ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલની આ શાળાએ પરીક્ષામાં કર્યો અનોખો પ્રયોગ, જાણો આ ખાસ અહેવાલ - સાજીવાવ પ્રાથમિક શાળા દ્વારા એક નવતર પ્રયોગ

પંચમહાલઃ કહેવાય છે કે, જો ટૅકનોલોજીનો ખરી રીતે ઉપયોગ કરો તો તે આશીર્વાદ સમાન છે, ત્યારે પંચમહાલના શહેરા તાલુકાની સાજીવાવ પ્રાથમિક શાળા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં હાલ પરિક્ષાઓ ચાલી રહી છે, ત્યારે સાજીવાવ પ્રાથમિક શાળા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વાલીઓ પોતાના બાળકોને ઘરે બેઠા જ પરીક્ષા આપતા મોબાઇલ પર લાઇવ નિહાળી શકે છે. ટેકનોલોજી સાથે કદમ મિલાવી આગળ વધવાના ધ્યેય સાથેની આ શાળા વિશે જાણીએ.

પંચમહાલની આ શાળાએ પરીક્ષામાં કર્યો અનોખો પ્રયોગ

By

Published : Oct 15, 2019, 3:47 PM IST

Updated : Oct 15, 2019, 5:28 PM IST

સાજીવાવ ગામે પ્રાથમિક શાળામાં કુલ 1થી8 ધોરણ આવેલા છે તેમજ શાળાના તમામ વર્ગખંડો CCTVથી સજ્જ છે. અહીં આચાર્ય સાથે મળીને કુલ 14 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. શાળા અને બાળકોની સલામતી માટે તેમને શાળા વ્યવસ્થાપન સમિતી તેમજ ગ્રામજનો સમક્ષ શાળાના કમ્પાઉન્ડમાં CCTVનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેથી શાળાના બાળકો પણ સુરક્ષિત બન્યા છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો ભવિષ્યમાં બોર્ડ સહિતની પરિક્ષાનો હાલ મુક્તપણે આપી શકે તે હેતુથી નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સ્ક્રીન સ્ટ્રીમ મિરર નામની મોબાઇલ એપની મદદથી સાજીવાવ પ્રાથમિક શાળા નામના ફેસબુક પેજ પર પોતાના બાળકોને પરિક્ષા આપતા બાળકોને લાઇવ જોઇ શકે છે. આ અભિગમને ગામના વાલીઓએ પણ આવકારી રહ્યા છે.

પંચમહાલની આ શાળાએ પરીક્ષામાં કર્યો અનોખો પ્રયોગ

આ ઉપરાંત શાળાની તમામ માહિતી ડિજીટલાઇઝેશન કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓની તમામ માહિતીનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી જરૂરી માહિતી તરત જ મળી જાય અને આ શાળા ખાનગી તેમજ સરકારી શાળા માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે. આ શાળા ખરા અર્થમાં ડિજિટલ ઇન્ડિયાની વ્યાખ્યા સાર્થક કરી રહી છે.

Last Updated : Oct 15, 2019, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details