પંચમહાલઃ પાવાગઢ ભારતની 52 શક્તિપીઠમાની એક શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં માઇભકતો આવે છે અને દર્શન કરીને ધન્યતા અનૂભવે છે.અહી આવેલુ મહાકાળીનુ મંદિર ઊચા પર્વત ઉપર આવેલૂ છે. અહી જવા પગથિયા અને રોપ-વેની પણ સૂવિધા છે.આવતી કાલથી 6 દિવસ માટે રોપ-વેની સુવિધા મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રહેશે.
યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વે સુવિધા 6 દિવસ સુધી બંધ રહેશે - Panchmahal latest news
ઉષા બ્રેકો કંપની તરફથી મળતી માહિતી અનૂસાર રોપ-વે તારીખ 24થી29 છ દિવસ માટે મેઇન્ટેનસ કામને લઇને રોપ વેની સુવિધા બંધ રાખવામા આવશે. 6 દિવસ ભાવિક માઇ ભકતોએ પગથિયા ચઢીને માં મહાકાલીના દર્શન કરવા જવૂ પડશે.
યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વે સુવિધા 6 દિવસ સુધી બંધ રહેશે ..જાણો કેમ
પંચમહાલ જિલ્લાનુ હાલોલ તાલૂકાનુ પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ આવેલૂ છે. અહી ઉચા પર્વત ઉપર માં મહાકાળી બિરાજે છે. માના દર્શન કરવા માટે ભકતોએ 2 પડાવ પાર કરવા પડે છે.જેમા તળેટીથી માંચી સુધી વાહન દ્રારા પહોચી શકાય છે. અહીથી નીજ મંદિર સુધી પહોચવા પગથિયા તેમજ રોપ વેની સુવિધા કરવામા આવી છે. ઉષાબ્રેકો કંપની દ્રારા રોપ- વેની સુવિધા કાર્યરત છે. જેમા માચીંથી નીજ મંદિર સૂધી ઓછા સમયમાં માઈ ભકતો રોપ-વેમાં બેસીને પહોચી શકાય છે.