પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ માઈનોરીટી સેલ દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ગોધરા નગર પશ્ચિમ વિસ્તારના મેઇન રોડ પોલીસ ચોકી નંબર સાતથી સિગ્નલ ફળિયા સુધીના કરનારાનો રોડ જે બિસ્માર હાલતમાં છે. તેમજ વાહનોની અવરજવરને કારણે ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાય છે.
ગોધરા શહેરની પશ્ચિમ વિસ્તારના રોડ રસ્તાની સમસ્યાને લઈને કોંગ્રેસનું તંત્રને આવેદન - પંચમહાલ જિલ્લા કોંગ્રેસ માયનોરિટી કમિટી
પંચમહાલ : જિલ્લાના વડા મથક ગોધરા શહેરમાં આવેલા પશ્ચિમ વિસ્તારના બિસ્માર રસ્તાઓ તેમજ સાફ-સફાઈને લઈને જિલ્લા નાયબ કલેકટરને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું. તેમજ મૂળભૂત જરૂરિયાત અને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવા માગ કરવામાં આવી હતી.
ગોધરા
તે ઉપરાંત એશિયાના સૌથી મોટા મુસ્લિમ કબ્રસ્તાન પાસેના રસ્તાની હાલત બિસ્માર છે. અહીં મુસ્લિમ સમાજ દ્વારા જનાજા લઈને જતી વખતે રસ્તાઓ પર ખાડાઓને કારણે જનાજા પડી જવાનો ભય રહે છે. આ વિસ્તારમાં રસ્તાઓના ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ડેન્ગ્યુ, કમળો સહિતની અનેક પ્રકારની ગંભીર બીમારીની અસર આ વિસ્તારમાં જોવા મળે છે. આ મામલે આ પ્રશ્નોને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી.