ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્રારા રોડના કામને અટકાવાયું - રાજપાલસિંહ જાદવ

પંચમહાલમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્રારા ઘોઘમ્બા તાલુકાના ગામમાં ચાલતા રોડના કામને અટકવવામાં આવ્યું હતું.

Panchamahal
પંચમહાલ

By

Published : Jan 25, 2020, 10:05 AM IST

પંચમહાલ : જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના સીમલિયાથી મંગલપુરા થઈને ગોધરા જતા રોડનું કામકાજ પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા આ રોડ પર થઈ રહેલા કામનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા .જે દરમિયાન કામ બંધ કરવા માટે કોન્ટ્રાકટરને સૂચન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ દ્રારા રોડના કામને અટકાવાયું

રોડની ગુણવતાની જો વાત કરવામાં આવે તો એક વર્ષ અગાઉ આ રોડને બનાવમાં આવ્યો હતો, તે સમય દરમિયાન યોગ્ય રોડ બનાવવામાં આવ્યો ન હતો જેને લઈ કોન્ટ્રાકટરને નાણાં ચુકવવામાં આવ્યા ન હતા અને યોગ્ય ગુણવત્તાવાળો રોડ બનાવવા માટે સૂચન કરવામાં આવ્યુ હતું. તેમ છતાં સૌરભ બિલ્ડર કંપની દ્વારા પોતાના બિલ મળે તે માટે આજ રોડને ફરી બનાવની કામગીરી આરંભી હતી.

જેમાં કોન્ટ્રાકટર દ્રારા આ વખતે પણ વેઠ ઉતારી RCC રોડ પર ખાલી પાતળું પ્લાસ્ટર મારી દેવામાં આવ્યું હતું. જેને જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ આર.એન્ડ.બીના અધિકારી દ્રારા સ્થળ પર ચકાસણી કરીને કામને બંધ કરી દેવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા જિલ્લામાં ચાલતા અન્ય કામોની પણ ચકાસણી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details