ગુજરાત

gujarat

ETV Bharat / state

હાલોલમાં ગમખ્વાર અકસ્માત, 3 યુવાનના મોત - 3 યુવાનોના ઘટના સ્થળે મોત

હાલોલ: પંચમહાલ જિલ્લાના હાલોલ-વડોદરા બાયપાસ રોડ ઉપર મોડી રવિવારની સાંજે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક કારને અજાણ્યા વાહને અડફેટે લેતા કાર પલટી ખાઇ ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ યુવાનો સવાર હતાં. જે પૈકી ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

હાલોલમાં ગમખ્વાર અકસ્માત, 3 યુવાનોના ઘટનાસ્થળે મોત
હાલોલમાં ગમખ્વાર અકસ્માત, 3 યુવાનોના ઘટનાસ્થળે મોત

By

Published : Jan 27, 2020, 7:36 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, હાલોલ વડોદરા બાયપાસ રોડ ઉપર એક કારમાં 5 યુવકો જઈ રહ્યા હતા, ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે કારને પાછળની ટકકર મારતા તે પલટી ગઇ હતી અને કારનો ખૂરદો બોલી ગયો હતો. જેમા બેઠેલા પાંચ યુવાનો પૈકી ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઇજા થતા ૧૦૮ દ્વારા હાલોલના રેફરલ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં હતાં.

હાલોલમાં ગમખ્વાર અકસ્માત, 3 યુવાનોના ઘટનાસ્થળે મોત

સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યાં હતાં. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવનોમાં છોટુભાઈ મિસ્ત્રી, ઋત્વિક પટેલ અને મિલેન્દ્ર વર્મા છે, ત્યારે નંદૂભાઈ પરમાર, શાહિદ અલી રીઝવાન અલી મકરાણીને આ ઘટનામાં ગંભીર ઇજા પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details