ગુજરાત

gujarat

ETV Bharat / state

લગ્નની લાલચે રીક્ષાચાલકે સગીરાનું કર્યું અપહરણ

પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની 14 વર્ષીય સગીરાને રીક્ષા ચાલકે લગ્નની લાલચ આપી ભગાડી જતા સગીરાના માતા-પિતા દ્વારા શહેરા તાલુકાના સગીરાની ભાળ મેળવા શોધખોળ હાથ ધરી હતી.

By

Published : May 7, 2019, 7:52 PM IST

લગ્નની લાલચ આપી સગીરાને લઇ રીક્ષા ચાલક ફરાર

આખરે સગીરાની ભાળ ન મળતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. શહેરા તાલુકાના ખરેડીયા નિશાળ ફળીયામાં રહેતો રમેશ ઉર્ફ ગટીયો જે વ્યવસાયે રીક્ષા ચલાવતો હતો. આ દરમિયાન 14 વર્ષીય સગીરા સાથે આંખ મળી જતા પ્રેમ થઈ ગયો હતો. 3-5-19ના રોજ સગીરા ખેતરમાં પશુ ચરાવા જાઉં છું તેમ કહી નીકળી હતી.

ત્યારબાદ ઘરે પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું અને પરિવારજનો દ્વારા સગાસંબધીઓને ત્યાં શોધખોળ હાથ ધરાતા સગીરા મળી ન હતી. વધુ તપાસ કરતા સગીરાને રીક્ષાચાલક રમેશ ઉર્ફ ગટીયો લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાનું માલૂમ થયું હતું. પરીવારજનોએ આ મામલે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ સાથે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details