ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલ પોલીસે ગેરકાયદેસર રીતે બાંધી રાખેલા 14 ગૌવંશોને બચાવ્યા - ગોધરા પોલીસ

જીલ્લાના ગોધરા ખાતેના ગોન્દ્રા વિસ્તારમા ગેરકાયદેસર રીતે બાંધી રાખવામા આવેલા ૧૪ જેટલા ગૌવંશોને બચાવી લેવામા આવ્યા છે. ગૌરક્ષકોએ પોલીસને જાણ કરતા પોલીસે કાફલા સાથે વિસ્તારમા તપાસ હાથ ધરતા ૧૪ જેટલા ગેરકાયદેસર રીતે બાંધી રાખેલા ગૌવંશોને બચાવી લેવામા આવ્યા હતાં.

પોલીસે ગેરકાયદેસર રીતે બાંધી રાખેલા 14 ગૌવંશોને બચાવ્યા પોલીસે ગેરકાયદેસર રીતે બાંધી રાખેલા 14 ગૌવંશોને બચાવ્યા
પોલીસે ગેરકાયદેસર રીતે બાંધી રાખેલા 14 ગૌવંશોને બચાવ્યા

By

Published : Feb 17, 2020, 7:06 PM IST

પંચમહાલ : જીલ્લામાં ગૌવંશોની હેરાફેરી કરનારા બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યુ છે. ગોધરા શહેરમા ગોન્દ્રા વિસ્તારમા ઇદગાહ મહોલ્લામાં ગેરકાયદેસર રીતે ૧૪ જેટલા ગૌવંશો કતલ કરવાના ઇરાદે બાંધી રાખવામા આવ્યા હોવાની બાતમી ગોરક્ષકોને મળી હતી. જેથી ગૌરક્ષકોએ ગોધરા શહેર બી ડીવીઝન પોલીસને હકીકત જણાવતા પોલીસ અધિકારીઓએ કાફલા સાથે ગોન્દ્રા વિસ્તારમા રેડ પાડી હતી.

પોલીસે ગેરકાયદેસર રીતે બાંધી રાખેલા 14 ગૌવંશોને બચાવ્યા

આ વિસ્તારમા કતલ ખાને લઈ જવાના ઇરાદે ૧૪ જેટલા ગૌવંશોને બાંધી રાખવામા આવ્યા હતા. પોલીસે ગૌરક્ષકોની મદદથી આ તમામ ગૌવંશોને પકડી પાંજરાપોળ ખાતે સહી સલામત રીતે ખસેડી જીવ બચાવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે નોધનીય છે કે ગોધરા શહેરમા આ પહેલા પણ પોલીસે ગેરકાયદેસર રીતે ગૌવંશોની હેરાફેરીના બનાવો બન્યા છે, ત્યારે પોલિસ તંત્ર આ મામલે કડક પેટ્રોલિંગ કરે તેવી લોક માગ પણ પ્રર્વતી રહી છે.

ABOUT THE AUTHOR

...view details