ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલઃ સ્ટીલ ઉદ્યોગ પર છવાયા મંદીના વાદળો - સ્ટીલ ઉદ્યોગ સમાચાર

ગોધરાઃ સમગ્ર રાજ્ય સહિત પંચમહાલના સ્ટીલ ઉદ્યોગો પર મંદીના વાદળો ઘેરાયા છે. ગોધરા અને હાલોલ સ્થિત સાત સ્ટીલ પ્લાન્ટ પૈકી ત્રણ પ્લાન્ટ બંધ કરવાનો વારો આવ્યો છે. જેને કારણે એક હજારથી વધુ કામદારોની રોજી-રોટી છીનવાય છે. એટલું જ નહીં અન્ય બે પ્લાન્ટ બંધ થવાને આરે છે. આજે હજારો કામદારોને બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે. પંચમહાલ સહિત રાજકોટ, ભાવનગર સુધી સ્ટીલ ઉદ્યોગ એકમમાં એક્કો જમાવનારા ગોધરાના સ્ટીલ ઉદ્યોગપતિ ફિરદોસ કોઠીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે....

સ્ટીલ ઉદ્યોગ પર છવાયા મંદીના વાદળો

By

Published : Sep 29, 2019, 5:34 PM IST

Updated : Sep 29, 2019, 11:25 PM IST

ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકાસનો દર છેલ્લા અનેક વર્ષોની સૌથી નીચી સપાટીએ છે, ત્યારે મંદીને કારણે ઉત્પાદનમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા 1 ઓક્ટોબર સુધીમાં રાહત જાહેર નહીં કરવામાં આવે તો બે મોટા સ્ટીલ પ્લાન્ટો બંધ થવાની શક્યતાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે 600 થી વધુ કામદારો બેકાર બનશે ત્યારે સરકાર રાહત જાહેર કરે તેવી માંગ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી છે. એવામાં મજૂરોને છૂટા કરવામાં પણ આવી રહ્યા છે.

સ્ટીલ ઉદ્યોગ પર છવાયા મંદીના વાદળો

તાજેતરમાં મંદીની માર ઝેલી રહેલા સિરામીક અને ટેક્સટાઇલ ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા માટે સરકાર દ્વારા વિશેષ પેકેજ થકી રાહત આપવામાં આવી હતી, ત્યારે જોવું એ રહ્યું કે, સ્ટીલ ઉદ્યોગ માટે સરકાર કેવા પગલા ભરે છે.

Last Updated : Sep 29, 2019, 11:25 PM IST

ABOUT THE AUTHOR

...view details