ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં પંચમહોત્સવના પ્રથમ દિવસે કીર્તિદાને રેલાવ્યા શૂર - પંચમહોત્સવમાં પાંચ દિવસ માટે સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન

પંચમહાલ : જિલ્લાના પાવાગઢ ખાતે સાંસ્કૃતિક સંધ્યાના સમારંભ સાથે પંચમહોત્સવ 2019નો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે ગુજરાતના પ્રખ્યાત લોકકલાકાર કિર્તીદાન ગઢવીના સંગીતના તાલે ઉપસ્થિત જનમેદની ઝૂમી ઉઠી હતી.

panchamahal
પંચમહાલ

By

Published : Dec 26, 2019, 6:15 PM IST

પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતેના 'આરકિયોલોજીકલ પાર્ક' તેમજ શિલ્પ સ્થાપત્ય કલાનો વારસો જળવાઈ રહે અને લોકો મુલાકાત લેવા આકર્ષાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ જ રીતે પાવાગઢ નજીક આવેલા વડા તળાવ પાસે પંચમહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

પંચમહાલમાં પંચમહોત્સવના પ્રથમ દિવસે કીર્તિદાને રેલાવ્યા શૂર, શિક્ષણ પ્રધાન રહ્યાં હાજર

પાવાગઢ નજીક આવેલા વડા તળાવ પાસે એક મહિના માટે એમ્યુઝમેન્ટ પાર્ક ફૂડ બજાર, ફોટોગ્રાફી વર્કશોપ, પિલિગ્રેમેજ ટુર ક્રાફટ બજાર તેમજ લક્ઝુરિયસ ટેંટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવે છે. જ્યારે પાંચ દિવસ માટે સાંસ્કૃતિક સંધ્યાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં દરરોજ ખ્યાતનામ કલાકારો દ્વારા પરફોર્મન્સ આપવામાં આવે છે.

પાવાગઢ ખાતે ઉજવવામાં આવતો પંચમહોત્સવ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં ખાણી પીણીના સ્ટોલ , ક્રાફટ આઇટમોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ પાંચ દિવસ માટે સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ગુજરાતના પ્રખ્યાત કલાકાર કિર્તીદાન ગઢવી દ્વારા ઉપસ્થિત જનમેદનીને સંગીત દ્વારા મનોરંજન પીરસવામાં આવ્યું હતું. જેમાં વડોદરા, ગોધરા, અને હાલોલ જેવા શહેરમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી.

ABOUT THE AUTHOR

...view details