ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિલા સશક્તિકરણ અંતર્ગત રૅલી યોજાઈ - મહિલા સશક્તિકરણ

પંચમહાલઃ જિલ્લામાં મહિલા સશક્તિકરણના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો જિલ્લાના તાલુકા મથક ખાતે યોજાઈ રહ્યા છે. ત્યારે મોરવા હડફ ખાતે ICDS વિભાગ દ્વારા "બેટી બચાવો બેટી પઢાઓ" રૅલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

મહિલા સશક્તિકરણ અંતર્ગત રેલી યોજાઈ

By

Published : Aug 3, 2019, 7:56 AM IST

પંચમહાલ જિલ્લામાં મહિલા સશક્તિકરણની ઉજવણી થઈ રહી છે. ત્યારે મોરવાહડફમાં પોષણ પખવાડિયા અને સ્તન સપ્તાહ અંતર્ગત મોરવા ICDS વિભાગ દ્વારા "બેટી બચાવો બેટી પઢાવો" રૅલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. તાલુકા મથક ખાતે આવેલી ICDS કચેરી ખાતે મોટી સંખ્યામાં તાલુકા વિસ્તારમાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો,આશાવર્કર બહેનો આ રૅલીમાં જોડાયા હતા.

મહિલા સશક્તિકરણ અંતર્ગત રેલી યોજાઈ

ICDS કચેરી ખાતેથી રૅલીનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતું. રેલીમાં ઉપસ્થિત કાર્યકરોએ "દીકરો દીકરી એક સમાન",બેટી બચાવો બેટી પઢાવો" લખેલા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મોરવાહડફ નગરના વિવિધ વિસ્તારમાં ફરી જાગૃતિ લાવાનો પ્રયાસ કર્યા હતો.આ રૅલીમાં આરોગ્ય વિભાગ, ICDS વિભાગના CDPOએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details