પંચમહાલમાં દિકરીએ પિતાને મુખાગ્નિ આપી - Gujarati news
પંચમહાલઃ પંચમહાલમાં હિન્દુ સમાજની દિકરીએ પિતાનો અંતિમ સંસ્કાર કર્યો. સમાજના રિવાજ પ્રમાણે દીકરો જ પિતાને અગ્નિદાહ આપતો હોય છે. પરંતુ પરિવારમાં દિકરો ન હોવાથી દિકરીએ પિતાને મુખાગ્નિ આપી દીકરીની ફરજ નિભાવી હતી.
પંચમહાલમાં દિકરીએ પિતાને મુખાગ્નિ આપી
પંચમહાલમાં અણીયાદ ચોકડી વિસ્તારમાં રહેતા અશ્વિનભાઇ મગનલાલ પંચાલનું હ્દય રોગના હુમલા કારણે મોત નીપજ્યું હતુ. જેમને પુત્રી વૈશાલીએ સમાજિક વાડામાંથી બહાર નીકળી અગ્નિદાહ આપ્યો છે. સમાજ એવી રૂઢ માન્યતા છે કે,પિતાનો અંતિમ સંસ્કાર ફક્ત દીકારાના હાથે કરવામાં આવે છે. તો દીકરીને સ્મશાનમાં જવાની પણ પરવાનગી હોતી નથી. પણ હવે સમય બદલાયો છે. લોકો સમાજિક બંધનોને ઓળંગીને પરિવર્તન સ્વીકારવા લાગ્યા છે. જેનું આ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.