આ જાહેરસભામાં પુરષોતમ રુપાલાએ પોતાની કાઠીયાવડી ભાષામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં ગ્રામપંચાયત અને સરપંચોની હાલત દયનિય હતી. આજે ભાજપના રાજ્યમાં સરપંચોને સીધી ગ્રાન્ટ તેમના ખાતામાં ફાળવવામાં આવે છે.
મોરવા હડફમાં પુરષોતમ રુપાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
પંચમહાલઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવી બેઠકો પોતાના કબ્જામાં કરવા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઊતાર્યા છે. જેના ભાગરુપે આજે પંચમહાલ લોકસભા બેઠકના મોરવા હડફ મોરા વિધાનસભા મુકામે કેન્દ્રિયપ્રધાન પુરષોતમ રુપાલાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઊપસ્થિત રહ્યા હતા.
પુરષોતમ રુપાલા, કેન્દ્રિય પ્રધાન
રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, દિલ્લીથી નીકળેલ રૂપિયો લોકો સુધી પહોંચતા 15 પૈસા થઈ જતો હતો. પહેલા સરપંચોને કોઈ અધિકાર હતો જ નહીં. કોંગ્રેસના રાજમાં કામ માટેની ગ્રાન્ટ મેળવવા બે જોડી ચંપલ ઘસાઈ જતા હતા. વધુમાં કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે વાત કરતા કહ્યુ કે, તેમાં આપણા દેશની રક્ષા કરતા જવાનો પર પથ્થરબાજી કરનાર લોકોના રક્ષણની વાત કૉંગ્રેસે કરી રહી છે. તેમણે કહ્યુ કે, શરદ પવાર પણ કહી રહ્યા છે કે, રાહુલ ગાંધી હજુ વડાપ્રધાન બનવાના લાયક નથી.