વરસાદ સમયે હાલાકી ન સર્જાય તે માટે પંચમહાલમાં પ્રિમોનસુન તૈયારી - Rain
પંચમહાલ: જિલ્લાના ગોધરા ખાતે ચોમાસા આવતા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી વાહનવ્યહાર ઠપ થઇ જાય છે. ત્યારે ગોધરા ખાતે પ્રિમોનસુન તૈયારી શરૂ કરવામાં આવી છે.
પૂર પહેલા પાળ બાંધવાની કામગીરી આમ તો તંત્ર ઓછું કરતું હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના વડમથક ગોધરા ખાતે તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે તે વાત બિરદાવા યોગ્ય છે. જેમાં જૂન મહિનો બેસી ગયો હોવાથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. ત્યારે શહેરના ભૂરાવાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઉભી થતી હોવાથી તે વિસ્તારમાં વરસાદી કાંસ અને ઝાડીઝાખરા હટાવીને સફાઇ કરવામાં આવી રહી છે. જેથી વાહનવ્યવહાર બંધ થવાની સમસ્યાથી લોકો રાહત મેળવી શકે. ત્યારે લોકોની સમસ્યા સમજીને પ્રિમોન્સુન તૈયારીને લોકોને સારી રીતે ફળે.