પંચમહાલ: જિલ્લામાં રવિવારે 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 4 દર્દીઓને સારવાર બાદ સાજા થતા રજા આપી દેવાઈ છે. આ સાથે જિલ્લામાં કોરોનામાંથી સાજા થનારા વ્યક્તિઓની સંખ્યા 131 થઈ છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા હાલની સ્થિતિએ 188 થઈ છે. જ્યારે 14 વ્યક્તિઓનું સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લામાં કોરોનાના 43 કેસ હજી સક્રિય છે, જેમની સારવાર ચાલી રહી છે.
- પંચમહાલમાં કોરોનાના 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા
- કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 188 થઇ
- 14 વ્યક્તિઓનું સારવાર દરમિયાન મોત