ગુજરાત

gujarat

ETV Bharat / state

શહેરાની સિંધી શાળાના કેટલાક વર્ગ બિસ્માર હાલતમાં - gujarati news

પંચમહાલઃ જિલ્લાના શહેરા નગરમાં આવેલ સિંધી પ્રાથમિક શાળામાં એક વર્ગની છતના પોપડા ખરી ગયા છે. આવી બિસ્માર હાલતમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી છતમાંથી પોપડા ખરી પડવાનો ભય સતાવે છે. શાળા તંત્ર આ મામલે કાર્યવાહી શરુ કરી હોવાના બુંગળા ફૂંકી રહી છે.

sindhi primary School

By

Published : Aug 11, 2019, 8:46 PM IST

આ શાળાના કેટલાક વર્ગો જૂની હાલતમાં છે, જ્યારે ત્રણ ઓરડાની છત અને બહારની લોબીની છત ઉપર પોપડા ખરી પડેલા જોવા મળે છે. હાલ ચોમાસુ ચાલી રહ્યુ છે. વધારે વરસાદ પડતા પાણી પણ ટપકવા લાગે છે. જેથી વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. જો કે, આ મામલે જ્યારે આ શાળાના આચાર્યને પુછવામાં આવ્યુ ત્યારે તેમને ઓન કેમેરા બોલવાનો ઇન્કાર કર્યો હતો અને મૌખિક રીતે જણાવ્યુ હતું કે, આ મામલે નગર પાલિકાના અધિકારીઓએ રુબરુ પરિસ્થિતિનો તાગ મેળવી લીધો છે. હવે આગળની પ્રકિયામાં ઉપરી તંત્રને જાણ કરી દેવામા આવી છે. હવે જોવાનું રહ્યું છે કે, આ મામલે ઉપરી તંત્ર બાળકોના હિતમાં શુ પગલા લે છે ?

શહેરાની સિંધી શાળાના કેટલાક વર્ગ બિસ્માર હાલતમાં

ABOUT THE AUTHOR

...view details