ગુજરાત

gujarat

ETV Bharat / state

રેમડેસીવીરની રાજનીતિઃ પાટીલનો દાવો, રાજ્ય સરકારે ઈન્જેક્શન માટે કોઈ મદદ કરી નથી - ભાજપ

રેમડેસીવીર ઈન્જેક્શનને લઇને પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે કોંગ્રેસ અને ભાજપના બે નેતાઓએ નિવેદનો આપ્યા હતા. ઈન્જેક્શનને લઇને રાજ્ય સરકારે કોઈ મદદ નથી કરી હોવાનો દાવો સી. આર. પાટીલે કર્યો હતો તો બીજી તરફ અમિત ચાવડાએ પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, રાજ્યની સવા છ કરોડ જનતાને રેમડેસીવીર ઈન્જેક્શન મુદ્દે જવાબ આપવા માટે CM બંધાયેલા છે.

રેમડેસીવીરની રાજનીતિઃ પાટીલનો દાવો, રાજ્ય સરકાર ઈન્જેક્શનને લઇને કોઈ મદદ કરી નથી
રેમડેસીવીરની રાજનીતિઃ પાટીલનો દાવો, રાજ્ય સરકાર ઈન્જેક્શનને લઇને કોઈ મદદ કરી નથી

By

Published : Apr 11, 2021, 4:46 PM IST

Updated : Apr 11, 2021, 7:35 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • રેમડેસીવીર ઈન્જેક્શનના મુદ્દે કોંગ્રેસના સરકાર અનો પાટીલ પર પ્રહારો
  • મોરવા હડફ ખાતે રેમડેસીવીર ઈન્જેકશન મુદ્દે સી. આર. પાટીલનું નિવેદન

પંચમહાલઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે અને રેમડેસીવીર ઇન્જેક્શનની અછત છે ત્યારે રેમડેસીવીર ઈન્જેક્શનને લઇને પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે કોંગ્રેસ અને ભાજપના બે નેતાઓએ નિવેદનો આપ્યા હતા. ઈન્જેક્શનને લઇને રાજ્ય સરકારે કોઈ મદદ નથી કરી હોવાનો દાવો સી. આર. પાટીલે કર્યો હતો તો બીજી તરફ અમિત ચાવડાએ પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, રાજ્યની સવા છ કરોડ જનતાને રેમડેસીવીર ઈન્જેક્શન મુદ્દે જવાબ આપવા માટે CM બંધાયેલા છે.

મોરવા હડફ ખાતે રેમડેસીવીર ઈન્જેકશન મુદ્દે સી. આર. પાટીલનું નિવેદન

આ પણ વાંચોઃ રેમડેસીવીર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા? પાટીલે કહ્યું- મિત્રો પાસેથી અને સંઘવીએ કહ્યું- યુપી, બિહારથી...

પ્રજાને ઇન્જેક્શન માટે વલખા મારવા પડે છેઃ અમિત ચાવડા

સુરત શહેરના ભાજપ કાર્યાલય ખાતે રેમડેસીવીર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતુ. એક તરફ ઈન્જેક્શન માટે લોકો રઝળી રહ્યા છે તો બીજી તરફ 5 હજાર ઈન્જેક્શનનો જથ્થો સુરતના ભાજપ કાર્યાલય ખાતે વિતરણ માટે ક્યાંથી આવ્યા ? તેવા અનેક સવાલ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યા છે. મોરવાહડફના સુલીયાત ગામે ચૂંટણી પ્રચાર અર્થે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ BJP પર નિશાન સાધ્યું હતું અને ઈન્જેક્શનને લઇ રાજયના મુખ્યપ્રધાન રાજયની સવા છ કરોડ જનતાને જવાબ આપે તેમ જણાવ્યું હતું. પ્રજાને ઇન્જેક્શન માટે વલખા મારવા પડે છે, લાઈનોમાં ઉભા રહેવું પડે છે, છતાં ઇન્જેક્શન નથી મળી રહ્યા ત્યારે પાટીલ ભાઉ પાસે ઇન્જેક્શન આવ્યા ક્યાંથી ?

આ પણ વાંચોઃ રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરીને ભાજપે માનવતાની હત્યા કરી: શંકરસિંહ વાઘેલા

સુરત શહેરના સેવાભાવી લોકોએ 5 હજાર ઇન્જેક્શન ખરીદ્યાઃ સી. આર. પાટીલ

મોરવા હડફ ખાતેની ભાજપની સમીક્ષા બેઠકમાં હાજર સી. આર. પાટીલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઇન્જેક્શનને લઇને રાજ્ય સરકારે કોઈ મદદ કરી નથી, સુરત શહેરના સેવાભાવી લોકોએ 5 હજાર ઇન્જેક્શન ખરીદ્યા છે, અમે સરકારની સાથે સાથે પૂરક ઇન્જેક્શન તરીકે આપવાના હોવાનું જણાવ્યું હતુ.

Last Updated : Apr 11, 2021, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details