પંચમહાલ : કોરોના વાઇરસ સંક્રમણ અટકાવવા દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આ સ્થિતિમાં લોકો પોતાના ઘરમાં જ રહે એવો શુભ આશય રાખે છે. પરંતુ લોકો કોઈને કોઈ બહાને માર્કેટમાં નીકળી પડે છે અને કેટલાક ધાબાઓ ઉપર એકત્ર થતા જોવા મળે છે. સૌને જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કરાયેલી અપીલની પણ લોકો અવગણના કરી રહ્યા છે.
જનહિતના મુદ્દે અપાયેલા લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ સતત અપીલ કરી સમજાવી રહી છે તેમ છતાં નહિં માનતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. પંચમહાલ જિલ્લા પોલીસની પણ સક્રિય ભૂમિકા ભજવી લોકડાઉન દરમિયાન રવિવાર સુધીમાં જાહેરનામાંનો ભંગ કરતાં 767 વ્યક્તિઓ સામે ગનો દાખલ કરી કાર્યવાહી કરી છે.