જાંબુઘોડા પોલીસ દ્વારા બુટલેગર હિતેશ બારિયાને ત્યાં રેડ પાડવામા આવી હતી. જેમા 8 લાખનો દારૂ ઝડપી પાડવામા આવ્યો હતો. પંરતુ બુટલેગર હિતેશ બારીયા ફરાર થઇ ગયો હતો. જો કે, આ રેડ બાદ થોડા કલાકોમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ખરેડીવાવ ગામે આ ફરાર બુટલેગર હિતેશ બારીયાએ ભાડે રાખેલી એક વાડીમાં દારૂ સંતાડ્યો હોવાની બાતમી મળતા ત્યાં રેડ પાડી હતી. જેમા અઢી લાખના દારૂના જથ્થા સાથે બુટલેગર હિતેશ બારીયા અને બે સાગરિત ઝડપાઈ ગયા હતા. તેમજ અન્ય એક ફરાર થઇ ગયો હતો.
જાંબૂઘોડામાં પોલીસ-બુટલેગર ભાઇ-ભાઇ, ‘ ગાડી આવે છે...ધ્યાન રાખજે...’ - ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ
પંચમહાલ: જાંબૂઘોડાના એક બુટલેગરને ત્યા સ્ટેટ વિજીલન્સની ટીમ દ્વારા રેડ પાડવામા આવી હતી. રેડ દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડવામા આવ્યો હતો. આ મામલે PSI સંજય ગઢવીએ પોતાના મોબાઇલ ફોનથી બુટલેગરને મોબાઇલ દ્વારા નાઇટ કોબિંગ ચાલતુ હોવાથી જાણ કરી હતી અને દારૂનો જથ્થો સગેવગે કરવાની જાણકારી આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામા આવ્યો છે. ત્યારે PSI સંજય ગઢવી સામે સ્ટેટ વિજીલન્સ દ્વારા ફરિયાદ નોંધીને અટકાયત કરવામાં આવી હતી.
![જાંબૂઘોડામાં પોલીસ-બુટલેગર ભાઇ-ભાઇ, ‘ ગાડી આવે છે...ધ્યાન રાખજે...’ police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5566589-thumbnail-3x2-panch.jpg)
પંચમહાલ
આ રેડ દરમિયાન જાંબુઘોડા મથકના PSI સંજય ગઢવીએ પોતાના મોબાઇલથી બૂટલેગર હિતેશ બારીયાના ફોન ઉપર 31 ડિસેમ્બરને લઇને નાઇટ કોંબિગ ચાલતું હોવાથી દારૂનો જથ્થો સગેવગે કરી દેવાનું જણાવ્યું હતું. આ મામલાની જાણ સ્ટેટ વિજીલન્સને થતા બુટલેગર, તેના સાગરીત અને જાંબુઘોડા પોલીસ મથકના PSI સંજયગઢવી સામે પણ ફરિયાદ નોંધી તેમની મોડી સાંજે અટકાયત કરવામા આવી હતી.
જે પોલીસ મથકમા સંજય ગઢવી ફરજ બજાવતા હતા. તે જ પોલીસ મથકમા તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પંચમહાલ પોલીસ બેડામાં ખળખળાટ મચી જવા પામ્યો હતો.
Last Updated : Jan 2, 2020, 10:31 AM IST