પંચમહાલ જિલ્લામાં LCB પોલીસે ઘોંઘબા તાલુકાના કાંટુ ગામ પાસે ચેકપોસ્ટ પરથી નાકાબંધી દરમિયાન એક પીકઅપ વાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.પરંતુ ગાડી ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. LCBએ દારુનો જથ્થો તેમજ પીકઅપ વાહનને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે બુટલેગરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે.
પંચમહાલમાં બુટલેગરો બેફામ, 9 લાખથી વધુ કિંમતનો દારૂ ઝડપાયો - Liqure
ગોધરાઃ પંચમહાલમાં LCBએ ઘોઘંબા તાલુકાના કાંટુ ગામ પાસે ચેકપોસ્ટ પરથી નાકાબંધી દરમિયાન એક વાનમાંથી વિદેશી દારુનો જથ્થો પકડી પાડ્યો હતો.
![પંચમહાલમાં બુટલેગરો બેફામ, 9 લાખથી વધુ કિંમતનો દારૂ ઝડપાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2978155-thumbnail-3x2-liqure.jpg)
પંચમહાલમાં બુટલેગરો બેફામ, ફરી 9 લાખ કરતા વધુ કિમતનો દારૂ ઝડપાયો
હજું થોડા દિવસ પહેલા જ શહેરાના ભદ્રાલા ગામે એક કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે ફરી એક વાર પંચમહાલ LCB ટીમના પોલીસ અધિકારી ડી.એમ ચુડાસમા અને એન.એમ.રાવત પોતાના સ્ટાફ સાથે ઘોઘંબા તાલુકાના કાટુ ચેકપોસ્ટ પર નાકાબંધી પર હતા. તે સમયે એક બોલેરો પીકઅપ વાનને અટકાવી તપાસ કરતાં 8,442 નંગ દારૂની બોટલો તેમજ પીકઅપ વાહનની કુલ મળી 9, 87,200 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Apr 12, 2019, 6:33 AM IST