ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલઃ લોન આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરનારા દંપતીની પોલીસે કરી અટકાયત - Fraud on the pretext of a loan

રાજ્યમાં જુદા-જુદા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા લોકોને વિવિધ પ્રકારની લોન મેળવવા માટેની જાહેરાત સમાચારપત્રોમાં આપીને લાખો રૂપિયાની છેતરપીંડી કરનારા વડોદરાના ઠગ દંપતીને પંચમહાલ સાયબર ક્રાઇમ પોલીસે વડોદરાથી પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોન આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરનારા દંપતીની પોલીસે કરી અટકાયત
લોન આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરનારા દંપતીની પોલીસે કરી અટકાયત

By

Published : Oct 13, 2020, 9:44 PM IST

પંચમહાલઃ રાજ્યમાં અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનારા દંપતીને પંચમહાલ સાયબર ક્રાઇમ પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યા હતા. આ દંપતીએ વિવિધ પ્રકારની લોન મેળવવા માટેની જાહેરાત સમાચારપત્રોમાં આપીને કેટલાય લોકો સાથે છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પર્સનલ લોન આપવાના બહાને આંગડીયામાં નાણા ભરીને છેતરપીંડી કરનારા ઈસમો સામે નોધાયેલા ગુના, અરજીના કામે સમાચારપત્રોમા આપેલા મોબાઇલ નંબરનૂ ટેકનીકલ એનાલિસીસ જાણ કરતા તેનો ઉપયોગ વિવિધ પ્રકારની લોન આપવાનું કૌભાંડ કરનારા વડોદરા ખાતે રહેતા હોવાનું તપાસમા બહાર આવ્યું હતું. જેથી ટેકનિકલ એનાલીસીસના આધારે રક્ષા મિતેશકુમાર શાહ અને મિતેશ કુમાર કનૈયાલાલની અટક કરવામા આવી હતી.

લોન આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરનારા દંપતીની પોલીસે કરી અટકાયત

તેઓએ પુછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ સમાચારપત્રોમા જાહેરાત આપતા હતા, ત્યારબાદ જે લોકો લોન મેળવવા માટે તેમને ફોન કરતા હતા, તેઓને આ દંપતીઓ બેંકના લોન વિભાગમાથી બોલુ છું તેમ જણાવીને વિશ્વાસમા લઈને ડોક્યૂમેન્ટ મંગાવીને લેપટોપમાં ડાઉનલોડ કરી લેતા હતા. તેઓ ભોગ બનનારને લોન એપ્રુવ થયા બાદ જે બેંકમાથી લોન મંજૂર થયા બાબતે જે બેંક માથી લોન મેળવવા માગતા હોય તે બેકનો ખોટો સેન્શન લેટર ભોગ બનનારને મોકલી આપતા હતા.

ત્યારબાદ બેન્કના નામે મેસેજ કરીને લોન મંજૂર થઈ ગઈ છે, તમારો ચેક નજીકની સ્થળે આવેલી કુરીયર સેન્ટરમા મોકલી આપ્યો છે, તેમ કહીને પોતાની પ્રોસેસિંગ ફી આંગડીયામા જમા કરાવતા હતા. જે નાણા આંગડીયામાથી મિતેશ સોની ચિરાગ સોનીના નામે મંગાવતો હતો અને રોકડ રકમ લઇ લેતો. જ્યારે ભોગ બનનાર તેમના ચેક બેન્કમા જમા કરાવતા જતા ત્યારે ચેક બાઉન્સ થતા હતા, જેથી બેન્કમા પ્રોબ્લેમ હશે તેમ તેઓ જણાવતા હતા.

ABOUT THE AUTHOR

...view details