પંચમહાલઃ કાલોલ તાલુકામાં આવેલા વેજલપુર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બે સંતનના પિતાએ સગીરા પર દુષ્કર્મ આચરી તેની ગર્ભવતી બનાવી હોવાનું જણાવ્યું છે. હાલ આરોપીની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલના વેજલપુરમાં દુષ્કર્મની ફરિયાદ, આરોપીની ધરપકડ - pamchmahal news
પંચમહાલના વેજલપુર પોલીસ મથકની હદમાં આવેલા ગામમાં એક સગીરાને ભોળવી 2 સંતાનનો પિતા દુષ્કર્મ આચરતો હતો. તેમજ કોઈને ન કહેવાની ધમકી આપતો હતો, પરંતુ સગીરાને બે મહિનાનો ગર્ભ રહી જતાં આ સમગ્ર ઘટના પરથી પડદો ઉઠ્યો હતો. જેની જાણ સગીરાના પરિવારને થતાં તેમને આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે.
ફરિયાદમાં જણાવ્યાનુસાર, પોતાના ઘર એકલી સુતેલી સગીરા પર દુષ્કર્મ ગુજારી, ત્યાર બાદ સગીરાને કોઈને કઈ જાણ ન કરવાની ધમકી આપી હતી. ડરના કારણે સગીરાએ પણ કોઈને ફરિયાદ ન કરવા જણાવ્યું હતું, પરંતુ સગીરાને બે માસનો ગર્ભ રહી જતાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ મામલે વેજલપુર પોલીસ મથકમાં નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ હેઠળનો ગુનો નોંધી સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી આપી હતી. તેમજ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા અને થોડા જ સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. જેને જેલભેગો કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.