ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરાના આ ટેટુ આર્ટિસ્ટે બનાવી પીએમ મોદીની રંગોળી - ટેટુ આર્ટિસ્ટે મોદીની રંગોળી બનાવી

ગોધરા: દિવાળીના તહેવારોમાં રંગોળીનું ખાસ મહત્વ હોય છે. દિવાળીના દિવસોમાં લોકો ઘરની બહાર આંગણામાં રંગોળી કરતા હોય છે, ત્યારે આ તહેવારમાં ગોધરાના એક ટેટુ આર્ટિસ્ટે મોદીની રંગોળી બનાવી હતી.

pm modi rangoli

By

Published : Oct 29, 2019, 6:49 PM IST

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ વિસ્તારના લુહાર ફળિયામાં રહેતો દિગ્વિજય ટેટુ આર્ટીસ્ટ છે. ધોરણ ૧૨ સાયન્સ પાસ કર્યા પછી તેણે પેઈન્ટિંગ્સમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. દિગ્વિજય વિવિધ પ્રકારના પેઈન્ટિંગ્સ બનાવે છે. જેમાં એક્રેલિક આર્ટ, ઓઇલ પેસ્ટલ આર્ટ, વોટર કલર, પેન્સિલ સ્કેચ, પોઈટ્રેટ, વોલ પેન્ટિંગનો સમાવેશ થાય છે. તેણે ભગવાન બુદ્ધ-કૃષ્ણ, રાણી પદ્માવતીના વેશમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, ગરબા રમતી સ્ત્રી સહીતના ચિત્રો દોર્યા છે.

ગોધરાના આ ટેટુ આર્ટિસ્ટે બનાવી પીએમ મોદીની રંગોળી

વિવિધ પેઈન્ટિંગ્સમાં હાથ અજમાવ્યા બાદ પ્રથમ વખત દિગ્વિજયને લાગ્યુ કે આપણે રંગોળીમાં પણ હાથ અજમાવવો જોઈએ. આથી, પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રંગોળી બનાવી. આ રંગોળી બનાવતા પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details