પાવાગઢ- ગુજરાત સરકાર મંદિરોના વિકાસ માટે અલગથી ગ્રાન્ટ ફાળવીને યાત્રાધામ અને પ્રવાસનને વેગ મળે એ હેતુથી પ્રયત્નો કરી રહી છે. ત્યારે ગુજરાતમાં આવેલ 52 શક્તિપીઠોમાં એક એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ મંદિર પરિસર ખાતે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. પગથિયા મોટા કરવાથી માંડીને પાવાગઢ મંદિર પરિસર પણ નવીન બનાવી એક સાથે વધુ ભક્તો દર્શનનો લાભ લે એવું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે રોપવેથી મંદિર પરિસર (Pavagadh Mahakali Mandir) સુધી અશક્ત લોકોને આવવાજવા માટે લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મંદિરના શિખર પર ધ્વજારોહણ માટેના ધ્વજા દંડને ક્રેનની મદદથી રોપવામાં આવ્યો આ પણ વાંચોઃ પાવાગઢની પલટાશે કાયા..! પહાડ ચીરીને શ્રદ્ધાળુઓને દર્શન માટે બનાવાશે સરળ માર્ગ
પાવાગઢની કાયાપલટ - વધુમાં પાવાગઢના ઍતિહાસિક મહાકાળી મંદિર નવીનીકરણ (Mahakali temple renovation )સાથે યાત્રાળુઓની સુખસુવિધાઓને લઈ વિકાસના કામો યુદ્ધના ધોરણે થતા યાત્રાધામ પાવાગઢની કાયાપલટ થઈ ગઈ છે. શિખરબંધ મંદિર બનતા દાયકાઓ બાદ મંદિર પર પ્રથમ વખત ધ્વજા આરોહણ થશે. 18 જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit)પાવાગઢ મંદિર ખાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાકાળી મંદિર પર ધ્વજારોહણ કાર્યક્રમમાં (Flag hoisting at Mahakali Temple by PM Narendra Modi) તેમના હસ્તે મંદિર પર પ્રથમવાર ધ્વજારોહણ કરાશે. તેની તૈયારીરુપે આજે મંદિરના શિખર પર ધ્વજારોહણ માટે ધ્વજા દંડને ક્રેનની મદદથી રોપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃકેન્દ્રીય પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ પાવાગઢની મુલાકાતે, માઁ મહાકાળીના કર્યા દર્શન
જિલ્લા વહીવટીતંત્ર પણ હરકતમાં- મંદિર પર સોનામઢિત મુખ્ય શિખર સહિત 13 શિખર નિર્માણ કરવામાં આવ્યું છે. 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) પાવાગઢ આવનાર હોવાની જાહેરાતના પગલે કેન્દ્રીય સરકારના એસપીજી સહિત રાજ્ય સરકારની ટીમોનો ધમધમાટ શરૂ થયો છે, સાથે જિલ્લા વહીવટીતંત્ર પણ હરકતમાં આવી ગયું છે. વડાપ્રધાનને મંદિર સુધી પહોચાડવા (Flag hoisting at Mahakali Temple by PM Narendra Modi) વડા તળાવ પાસે હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે. માંચીથી મંદિર સુધી જવા માટે તંત્ર પેસેન્જર રોપવે અથવા મંદિર સુધી માલસામાન પહોંચાડવા બનાવેલા માલવાહક રોપવેનો ઉપયોગ કરાય છે તે જરૂરી ચકાસણી બાદ સ્પષ્ટ થશે તેમ જાણવા મળેલ છે.