- શહેરા ખાતે સરકારી ચોખાના જથ્થામાંથી પલાસ્ટીકના ચોખા નિકળ્યા હોવાની ફરિયાદ
- મામલતદારે આ દુકાનના તમામ ચોખાના જથ્થાને સરકારી ગોડાઉન ખાતે પરત મોકલી આપ્યો
- જિલ્લા પુરવઠા અધિકારીએ પ્લાસ્ટિકના ચોખા હોવાની વાતને નકારી
પંચમહાલ: જિલ્લાના શહેરા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલા સરકારી ચોખાના જથ્થામાંથી પલાસ્ટીકના ચોખા નિકળ્યા હોવાની કાર્ડ ધારક દ્વારા ફરિયાદ કરવામાં આવતા શહેરા મામલતદાર દ્વારા આ દુકાન ખાતે રાખવામાં આવેલા તમામ ચોખાના જથ્થાને સરકારી ગોડાઉન ખાતે પરત મોકલી આપ્યો હતો. તો બીજી તરફ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પ્લાસ્ટિકના ચોખા હોવાની વાતને નકારીને સરકાર દ્વારા આપવામાં આવતો ફોર્ટિફાઇડ ચોખાના દાણા હોવાનું જણાવ્યું હતું.
શહેરાના સરકારી અનાજ ગોડાઉનથી પ્લાસ્ટિકના ચોખા મળ્યા હોવાની અરજદારે કરી અરજી આ પણ વાંચો : શહેરા ખાતે આવેલા સરકારી અનાજ ગોડાઉનમાં કરોડોનું અનાજ કૌભાંડ ઝડપાયું
સમગ્ર મામલાની તપાસ પુરવઠા નિગમ તેમજ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શરુ કરાઈ
પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા શહેરા અર્થક્ષમ સેવા સહકારી મંડળીની શાખા 3 પરથી કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતા જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો જથ્થો આપવામાં આવ્યો હતો. આ જથ્થમાં આપવામાં આવેલા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા હોવાની ફરિયાદ કાર્ડ ધારક દ્વારા શહેરા મામલતદારને કરવામાં આવી હતી. તો બીજી તરફ શહેરા મામલતદારને આજ પ્રકારની ખાનગી રાહે બાતમી પણ મળી હતી. જે આધારે મામલતદાર દ્વારા આ સસ્તા અનાજની દુકાન પાર રાખવામાં આવેલા ચોખાનો 700 કિલો ઉપરાંતનો જથ્થો શહેરાના સરકારી ગોડાઉન ખાતે પરત મોકલી આપવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાની તપાસ પુરવઠા નિગમ તેમજ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શરુ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : શહેરા અનાજ કૌભાંડ મામલે શહેરા ભાજપના ધરાસભ્યએ આપ્યું નિવેદન
અલગ રંગના ચોખાના દાણા સરકાર દ્વારા ચોખાને ફોર્ટિફાઇડ કરીને ઉમેરવામાં આવે છે
જિલ્લા પુરવઠા નિગમની ટિમ દ્વારા શહેરા સરકારી ગોડાઉન ખાતે ચોખાના સેમ્પલ મેળવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ શહેરા સરકારી ગોડાઉન ખાતે આવેલા જિલ્લા પુરવઠા અધિકારીએ ખુલાસો કર્યો હતો કે, પ્લાસ્ટિકના ચોખા મળી આવવામાં આવ્યા હોવાની વાત પ્રાથમિક તપાસમાં તથ્ય વિહોણી છે. ચોખાના જથ્થામાંથી મળી આવેલા અલગ રંગના ચોખાના દાણા સરકાર દ્વારા ચોખાને ફોર્ટિફાઇડ કરીને ઉમેરવામાં આવતા હોય છે. ચોખાને વધુ પોષણક્ષમ બનાવવા માટે સરકાર દ્વારા અલગથી બનાવડાવીને 50 કિલોની 5 બેગમાં 500 ગ્રામ ફોર્ટિફાઇડ ચોખા ઉમેરવામાં આવે છે તે જ છે. તેમ છતાં ગાંધીનગર ખાતેથી તપાસ ટિમ શહેરા ખાતે આવી આ ચોખાના જથ્થાની તપાસ કરશે.