પાવાગઢ મહાકાળી મંદિરના ટ્રસ્ટીઓ પર ગેરરીતિનો આરોપ - 579 કિલોગ્રામ ચાંદી ગાળવા
પંચમહાલઃ પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા 579 કીલો ચાંદી ઓગળાવવાના બહાને 70 ટકા કથિત ચાંદી સગે વગે કરવાનો આરોપ સનસનીખેજ આક્ષેપ સાથે અરજદર દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી CID ક્રાઇમ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે.
યાત્રા ધામ પાવાગઢ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલ 1200 કિલો ચાંદી પૈકી 579 કીલો ગ્રામ ચાંદી ઓગાળવાના નામે કરોડોની કિંમતની ચાંદી કાલિકા માતાજી મંદિરના નવ નિમાયેલ ટ્ર્સ્ટ દ્વારા સગે વગે કરવાનો સનસનીખેજ આરોપ મુકાયો છે. 579 કિલોગ્રામ ચાંદી ગાળવા ટચ કરાવવા એટલે કે, રીફાઇન્ડ કરવાનું કારણ ધરી 70 ટકા કથિત ચાંદીની ઘટ બતાવી ગાયબ કરવામાં આવી હોવાના અરજદાર વિરલ ગોસ્વામી દ્વારા સનસની ખેજ આરોપ મંદિરના ટ્રસ્ટ સામે મુકવામાં આવ્યો છે. આ મામલે પંચમહાલ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં ન આવતા અને કોર્ટના હુકમનું પાલન કરવામાં ન આવતા ફરિયાદી દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે.