ગુજરાત

gujarat

ETV Bharat / state

Pavagadh Mahakali Temple: મંદિર 2 માસ બાદ ખુલતાં જ ભક્તોએ કર્યાં મા મહાકાલીના દર્શન - Corona Pandemic

પાવાગઢ સ્થિત શ્રી મહાકાળી માતાજીના (Mahakali Mataji) મંદિરના શ્રી કાલિકા માતાજી ટેમ્પલ ટ્રસ્ટ (Shri Kalika Mataji Temple Trust) દ્વારા મંદિરને ખુલ્લું મૂકાયું હતું. ટ્ર્સ્ટ દ્વારા ભક્તજનોને ખુશી પ્રદાન કરતો એક મહત્વનો નિર્ણય લઇ 11મી જૂન શુક્રવારના રોજથી મહાકાળી માતાજીના મંદિરના નિજદ્વાર સવારના 6 કલાકથી સાંજના 7.30 કલાક સુધી ભાવિક ભક્તો માટે ખોલી દેવાતાં માઈ ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Pavagadh Mahakali Temple: મંદિર 2 માસ બાદ ખુલતાં જ ભક્તોએ કર્યાં મા મહાકાલીના દર્શન
Pavagadh Mahakali Temple: મંદિર 2 માસ બાદ ખુલતાં જ ભક્તોએ કર્યાં મા મહાકાલીના દર્શન

By

Published : Jun 11, 2021, 9:02 PM IST

  • સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર મૂકાયું ખુલ્લું
  • 11 જૂનથી મંદિરના દ્વાર ભક્તોજનોને દર્શનાર્થે ખુલ્લાં મૂકાયાં
  • માતા મહાકાળીના લાંબા સમય બાદ દર્શનથી ભક્તોમાં આનંદની લાગણી

પાવાગઢઃ કોરોના મહામારીની બીજી ઘાતક લહેરને પગલે પંચમહાલના (Pavagadh) પાવાગઢ ખાતે આવેલ 51 શક્તિપીઠોમાંનું એક ગણાતું સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીનું મંદિર (Pavagadh Mahakali Temple) ગત ચૈત્રી નવરાત્રીથી લઈ 10મી જૂન સુધી 2 માસ જેટલા સમય માટે બંધ હતું. મંદિર બંધ હોવાથી માતાજીની માનતા બાધા રાખતાં માઈભક્તો માતાજીના દર્શન ન કરી શકતાં નિરાશા છવાઇ હતી અને ક્યારે મંદિર ખુલશે તેની રાહ જોઈને ભક્તજનો બેઠા હતાં. ત્યારે ગુજરાતભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થવા થતા તેમ જ પંચમહાલ જિલ્લામાં પણ કોરોનાની ગતિ પર બ્રેક લાગતાં રાજ્ય સરકારના નિર્દેશ બાદ મહાકાળી મંદિરને ખુલ્લું મૂકવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો હતો.

ભક્તોએ આહ્લાદક વાતાવરણમાં અનોખી અનુભૂતિ સાથે વાતાવરણની ઠંડક માણી

આ પણ વાંચોઃ Matanamadh: બે મહિના બાદ માતાના મઢ આશાપુરા મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યાં

બે માસ જેટલા સમય બાદ જગતજનની મહાકાળી માતાજીના (Mahakali Mataji) મંદિરના દ્વાર ખુલતા શુક્રવારના રોજ પ્રથમ દિવસે જ માઇભકતો વહેલી સવારથી માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતાં. વહેલી સવારે માતાજીના દર્શન કરવા (Pavagadh) પહોંચેલા મહાકાળી માતાજીના ભક્તોમાં માતાજીના દર્શન કરવાનો અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. સાથે સાથે વહેલી સવારે (Pavagadh) અનેરું ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા માઈ ભકતોએ એક અનોખા અને આહ્લાદક વાતાવરણમાં અનોખી અનુભૂતિ સાથે વાતાવરણની ઠંડક સાથેના રોમાંચ માણ્યો હતો. માતાજીના મંદિરમાં બે માસ જેટલા લાંબા સમયગાળા બાદ માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવી માતાજીની પૂજાઅર્ચના કરી ધન્યતા અનુભવી હતી. જયારે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન કરવા આવેલા માઇ ભક્તોને ફરજિયાત માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સના પાલન સહિત સંપૂર્ણપણે સરકારી ગાઈડલાઈન સાથે (Pavagadh Mahakali Temple) મંદિરના પરિસરમાં પ્રવેશ કરાવી માતાજીના દર્શન કરવા દેવાયાં હતાં.

આ પણ વાંચોઃ કોરોનાને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: પ્રદિપસિંહ જાડેજા

ABOUT THE AUTHOR

...view details