- પાવાગઢ મંદિર અને રોપવે 4 દિવસ સુધી બંધ રહેશે
- રોપવેના વાર્ષિક મેન્ટનેશના લીધે રહેશે બંધ
- મંદિરના ભાગનું કામ ચાલતું હોવાથી મંદિર બંધ રહેશે
પંચમહાલઃપાવાગઢ મહાકાળી મંદિર(Pavagadh Mahakali Temple ) વર્ષોથી ભક્તોની અસ્થાનું કેન્દ્ર છે. જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ભક્તો પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં આવી માતાના દર્શન કરી ધનત્યતા અનુભવે છે. ખાસ કરીને આસો અને ચૈત્રી નવરાત્ર માં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. આ સમય દરમ્યાન દર્શન માટે ખાસ વ્યવસ્થા મંદિર અને તંત્ર દ્વારા કરવામાં આવે છે .ગુજરાત સરકારદ્વારા ગુજરાતના ઘણા મંદિરોનાનવીનીકરણની(Renovation of Pavagadh temples ) કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાવાગઢ મંદિરનું નવીનીકરણની કામગીરી
આ નવીનીકરણની પાવાગઢ મંદિરનો (Renovation of Pavagadh temples )પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં માચીથી લઈને મંદિર સુધી ભક્તોને ચાલતા જવામાં સુગમતા રહે તે હેતુ થી મોટા પગથિયાની કામગીરી કરવામાં આવી રહી જે પૂર્ણ થવાના આરે છે. તેમજ નિજ મંદિરમાં પણ ફેરફારો કરી પેહલા કરતા મંદિર વિસ્તારને મોટો કરી વધારે ભક્તો એકીસાથે દર્શન કરી શકે તે હેતુથી નવો બનાવામાં આવી રહ્યો છે. જેમાં હાલ આગામી ચાર દિવસ એટલે કે 13 ડિસેમ્બર થી 18 ડિસેમ્બર સુંધી મંદિર બંધ રાખવામાં આવશે જેની એક યાદી પાવાગઢ મંદિર ટ્રસ્ટ(Pavagadh Temple Trust ) દ્વારા જાણ કરવામાં આવી છે.