- 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણીનાં ભાગરૂપે પાટીદાર સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું
- ન્યુ ઈરા સ્કુલ ગ્રાઉન્ડ થી સરદાર નગર ખંડ સુધી એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું
- રેલીમાં ૫૦૦ થી ૬૦૦ બાઈકો અને ૯૦૦ જેટલા પાટીદાર સમાજનાં આગેવાનો જોડાયા હતાં
ગોધરા : સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતી નિમિતે 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણીના ભાગ રૂપે આજે સવારે ૧૦:૦૦ વાગ્યે ન્યુ ઈરા સ્કુલ ગ્રાઉન્ડ થી સરદાર નગર ખંડ સુધી એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોધરા ખાતે પાટીદાર સમાજ દ્વારા 'રાષ્ટ્રીય એકતા દિવસે' બાઇક રેલીનું આયોજન કરાયું મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા
'રાષ્ટ્રીય એકતા' દિવસે સમસ્ત પાટીદાર સમાજે એકતા સાથે ભારતને મજબુત બનાવવાં માટેનો સંદેશો આપ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પાટીદાર સમાજનાં અલગ અલગ રાજકીય સંગઠનોના આગેવાનોએ સાથે મળી સામાજિક સમરસતાની ઝલક પણ આપી હતી. રેલીમાં ૫૦૦ થી ૬૦૦ બાઈકો અને ૯૦૦ જેટલા પાટીદાર સમાજનાં આગેવાનો જોડાયા હતાં.
આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ
આ પણ વાંચો : અમદાવાદના 3 વિદ્યાર્થીઓએ શોધ્યો લઘુગ્રહ, 2030માં પૃથ્વીની નજીક આવશે ત્યારે NASA રિસર્ચ કરશે