પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાજપના સ્ટાર પ્રચારક અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ દર્શન કરવા પહોંચ્યા હતા. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને રતન સિંહ રાઠોડ સાથે તેઓ મરડેશ્વર મંદિર પહોંચ્યા હતા. મરડેશ્વર મંદિર ખાતે પહોંચીને તેમને મંદિરનો ઇતિહાસ જાણ્યો હતો. તેમજ મંદિરના શિવલિંગ ઉપર જળાભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. પરેશ રાવલે કહ્યું હતું કે, 'પ્રચાર અર્થે આવ્યો છું પણ હું પુણ્ય કમાય જાઉં છું. મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવું છું.' પરેશ રાવલ મરડેશ્વર મંદિર ખાતે આવ્યા હોવાની વાત વહેતી થતાં પરેશ રાવલના ચાહકો મંદિર ખાતે દોડી આવ્યાં હતા. તેમજ તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યાં હતા.
પરેશ રાવલ પંચમહાલમાં સભા સંબોધ્યા બાદ પહોંચ્યા મહાદેવના શરણે
પંચમહાલઃ પંચમહાલ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે આજે પંચમહાલમાં સભા સંબોધી હતી. ત્યારબાદ તેમણે પાલીખંડા ખાતે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી જળાભિષેક કર્યો હતો.
પરેશ રાવલે સભા બાદ મહાદેવના મંદિરે કર્યો જળાભિષેક..
મહત્તવનું છે કે પરેશ રાવલે ચાહકોને નિરાશ કર્યા ન હતા.