ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના ઘોઘંબા તાલુકામાં દીપડાએ ત્રણ બાળકો પર કર્યો હુમલો, 2 ના મોત

ઘોઘંબા તાલુકામાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. આ માનવભક્ષી દીપડો તાલુકાના જંગલ વિસ્તાર પાસે આવેલા ગામોમાં 3 બાળકો પર હુમલો કર્યો હતો. જેમાંથી 2 બાળકોના મોત થયા છે.

ds
ds

By

Published : Dec 10, 2020, 10:49 AM IST

Updated : Dec 10, 2020, 11:10 AM IST

પંચમહાલના ઘોઘંબા તાલુકાના જંગલ વિસ્તારમાં દીપડાનો આતંક

એક જ દિવસમાં 3 બાળકો પર કર્યો હુમલો

બે માસૂમ બાળકોનો લીધો જીવ

પંચમહાલઃ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. આ માનવભક્ષી દીપડો તાલુકાના જંગલ વિસ્તાર પાસે આવેલા ગામોમાં 3 બાળકો પર હુમલો કર્યો હતો. જેમાંથી 2 બાળકોના મોત થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સમગ્ર ઘટનાને લઈને જિલ્લા વન વિભાગ દોડતું થયું છે.

પંચમહાલના ઘોઘંબા તાલુકામાં દીપડાએ ત્રણ બાળકો પર કર્યો હુમલો,
દીપડાનો ત્રણ બાળકો પર હુમલો

ઘોઘંબા તાલુકામાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવી જંગલ વિસ્તારમાંથી માનવ વસ્તી તરફ આવી બાળકો પર હુમલાઓ કરી તેમને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓના પગલે ઘોઘંબા પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્રણ દિવસ પહેલા પાલ્લા ગામે બાળક પર હુમલો કર્યા બાદ ૮મી ડિસેમ્બરે વહેલી સવારે કાટાવેડા ગામે બકરા ચરાવતા કિશોર પર આદમખોર દીપડાએ હુમલો કર્યો હતો. જેનું પણ મોત થયું હતું. ત્યારબાદ મોડી સાંજે ખુંખાર દીપડાએ ગોયાસુડલ ગામે પાંચ વર્ષના બાળકને તેની માતાના ખોળામાંથી ખેંચી જઈ હુમલો કરી તેને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘોઘંબા તાલુકામાં એક જ દિવસમાં માનવભક્ષી દીપડાના ત્રણ હુમલામાં બે બાળકોના મોત થતા જિલ્લા કલેકટર સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

દીપડાને પકડી પાડવાની કામગીરી કરાઈ શરૂ

આ માનવભક્ષી દિપડાના વધુ હુમલાથી માનવ વસ્તીને બચાવવા વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ અલગ જગ્યા પર 7 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. તેમજ 40 જેટલા વન કર્મચારીઓ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહ્યા છે. જોકે ભય અને દહેશતની વચ્ચે દીપડાથી બચવા માટે લોકજાગૃતિ પણ વનવિભગ કરી રહ્યું છે, તેમજ દીપડાનું લોકેશન મેળવવા અને તેને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

Last Updated : Dec 10, 2020, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details