પંચમહાલ : પ્રાપ્ત માહિતી અનુસાર ઘોંઘબા તાલુકાના કાંટુ ગામમાં રહેતી મનિષા તેની નાની બહેન સુમિત્રા અને નાનો ભાઇ મુકેશ તેમના ખેતરમા ઘાસ લેવા જતા હતા. તે જ વખતે વાવકુંડલી તરફના જંગલમાંથી એકાએક દિપડો ધસી આવ્યો હતો.
ઘોંઘબા તાલુકાના કાટુ ગામે દીપડાએ 10 વર્ષના બાળકનો જીવ લીધો - panchmahal news
પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના કાંટુ ગામે ખેતરમાં 10 વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમા ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકનું મોત નિપજ્યું હતું. જો કે, બાળક સાથે આવેલી તેમની બહેનોએ બુમાબુમ કરતા આસપાસનો લોકો દોડી આવ્યા હતા પણ તે પહેલા દીપડો નાસી છૂટ્યો હતો.
ઘોંઘબા તાલુકાના કાટુ ગામે દીપડાએ લીધો 10 વર્ષ બાળકનો જીવ
જેમા સુમિત્રા અને મનિષા પોતાના ઘર તરફ ભાગ્યા હતા અને તેમનાથી છૂટો પડેલો મૂકેશ જંગલ તરફ ભાગ્યો હતો. દીપડાએ મનિષાના પગ પર હૂમલો કર્યો હતો. જેના પ્રતિકાર રૂપે દાતરડુ મારતા દિપડો મૂકેશ તરફ દોડ્યો હતો. આથી મનિષાએ રસ્તે જતા લોકોને બુમાબુમ કરતા જણાવ્યું કે, મારો ભાઇ જંગલ તરફ ભાગ્યો છે અને તેની પાછળ દીપડો પડ્યો છે. આથી લોકોએ તપાસ હાથ ધરતા મુકેશને જંગલ વિસ્તારમાં દિપડાએ પગ તેમજ ગળાના ભાગે ગંભીર હુમલો કરતા મુકેશનું મોત નિપજ્યું હતું.