ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલની શાળાના વાર્ષિકોત્સવમાં શહીદોને અપાઈ શ્રદ્ધાંજલી - Tributem martyrs

પંચમહાલઃ કપરાડાના મોટાપોઢાની શાહ GMD સાર્વજનિક હાઈસ્કૂલનો શનિવારે વાર્ષિકઉત્સવ હોવાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડના સાંસદ કે.સી પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન પુલવામા હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

afs

By

Published : Feb 23, 2019, 9:10 PM IST

શાળામાં વાર્ષિકઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટ્રોફી અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, ગુજરાત પ્રદેશપ્રધાન કિરણબેન પટેલ, ગામના સરપંચ, જનતા કેળવણી મંડળના પ્રમુખ કેતન પટેલ અને બાબુભાઈ વરઠા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details