- પંચમહાલ પોલીસે શસ્ત્ર પૂજન કર્યું
- આજના દિવસે છે શસ્ત્ર પૂજનનો ખાસ મહિમા
- ડોગ સ્કવોડની પણ પૂજા કરાઇ
પંચમહાલઃ જિલ્લાના ગોધરા શહેરના પોલીસ હેડ કવાર્ટર ખાતે પંચમહાલ નાયબ પોલીસ અધિક્ષક આર.આઈ દેસાઈ અને હેડ કવાર્ટર નાયબ પોલીસ અધિક્ષક એચ.એન કણસાગરાની ઉપસ્થિતિમાં શસ્ત્રો પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ પંચમહાલ પોલીસના ઘોડા તેમજ ડોગ સ્કવોડના કૂતરાની પણ પૂજા કરવામાં આવી હતી, અને પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ પ્રકારની બંદૂકો તથા શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનોની પણ ફૂલ હાર ચઢાવી પૂજા કરવામાં આવી હતી.