ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના સાસંદ પ્રભાતસિંહ ચૌહાણ દિલ્લીમાં. જાણો કેમ ? - bjp gujarat

પંચમહાલઃ  લોકસભા 18 બેઠક પર ભાજપમાંથી ટીકીટ કયા ઉમેદવારને મળશે ? આવા સવાલો પંચમહાલની જનતામા લોકચર્ચાનુ સ્થાન બની રહ્યા છે. એક બાજુ જાહેર થયેલી ભાજપાની 182 ઉમેદવારોની યાદીમાં ગાંધીનગરના હાલના સાસંદ લાલકૃષ્ણ અડવાણીની ટીકીટ કપાતા હવે સિનીયર ગણાતા સાંસદો પર પણ ટીકીટ કપાવાની તલવાર લટકી રહી હોવાનુ રાજકીય વર્તુળ અને મિડીયામાં ચર્ચાનુ સ્થાન બન્યુ છે.

ફાઈલ ફોટો

By

Published : Mar 23, 2019, 8:42 AM IST

હાલના ભાજપના સિંટીંગ સાસંદ પ્રભાતસિંહ ચૌહાણ પોતાની ટીકીટ જાળવી રાખવા દિલ્લીમાં ધામા નાખ્યા હોવાનુ સુત્રો પાસેથી જાણકારી મળી છે. લોકસભાની ચુંટણીના બ્યુગલ વાગતા હવે ભાજપ અને કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ કેટલાક રાજ્યોની લોકસભાની બેઠકો માટે જાહેર કરી દીધા છે. ગુજરાતમાં ગાંધીનગર બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે અમિતશાહની પસદંગી કરવામાં આવી છે. હાલના સીટીંગ સાસંદ એવા લાલકૃષ્ણ અડવાણીને ટીકીટ આપવામાંઆવી નથી. જેથી રાજકીય વર્તુળો અને મીડિયામાં પણ ચર્ચાઓ થવા પામી છે.

હાલના સિંટીંગ સાસંદ પ્રભાતસિંહ ચૌહાણ ઉપર પણ ઉમરના હિસાબે ટીકીટ કપાવાની શકયતાઓને પગલે પ્રભાતસિંહ પાછલા બે દિવસથીદિલ્લીમાં ધામા નાખ્યા હોવાની સુત્રો પાસેથી જાણકારી મળી છે. તેઓ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિતશાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી શકયતા પણ વર્તાઈ રહી છે. લોકસભાની ચુટણીની જાહેરાત બાદ હાલના સાસંદ પ્રભાતસિંહ ચૌહાણે પોતાની દાવેદારી નોધાવી હતી. બની શકે જો તેમની ટીકીટ કાપવામાં આવે તો અવેજીમાં તેઓ તેમના પત્ની રંગેશ્વરી ચૌહાણ માટે ટીકીટ માંગી શકવાનાઅનુમાન પણ લગાવાઇ રહ્યા છે.

આ બધી પરિસ્થીતી વચ્ચે જ્યારે ભાજપ ગુજરાતની 25 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરે ત્યારે જ સમગ્ર ચિત્રસ્પષ્ટ થાય તેમ છે. પંચમહાલ બેઠક પર પાછલા ચાર ટર્મથી વિજય બની આવતી ભાજપ પોતાનો ભગવો જાળવી રાખવા રીપીટ થીયરી અપનાવે છે કે પછી નવા ચહેરાને સ્થાન આપે છે.? તે જોવાનું રહ્યું. મહત્વનું છે કે પંચમહાલ બેઠક માટે ભાજપમાથી ધારાસભ્ય સી.કે.રાઉલજી, પુર્વ ધારાસભ્ય નિમીષાબેન સુથાર, અને દેવગઢ બારીયાના રાજવીકુંવર તુષાર સિંહ મહારાઉલના નામો પણ પંચમહાલ લોકસભા બેઠક માટે ચર્ચામાં છે. અત્રે નોધનીય છે કે સાસંદ પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલ બેઠક પરથી બે ટર્મ ચુંટાઇ આવ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details