પંચમહાલ: જિલ્લાના શહેરા ખાતે ( શહેરા સિપાઈ મુસ્લિમ કસ્બા પંચ )દ્વારા દર વર્ષે સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ રવિવારના રોજ સાતમા સમુહ નિકાહ સમારોહનું આયોજન હુસેની ચોક ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 57 જેટલા નવદંપતીઓએ રીત રિવાજ મુજબ નિકાહ પઢ્યા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને ધર્મગુરુઓ પણ હાજર રહ્યાં હતા અને નવ દંપતીઓને લગ્નજીવનની શુભકામના પાઠવી હતી.
પંચમહાલમાં સમૂહ નિકાહ સમારોહમાં યોજાયો, 57 મુસ્લિમ નવદંપતિઓ લગ્નગ્રંથિથી જોડાયા - panchmahal
પંચમહાલના શહેરામાં સિપાઈ મુસ્લિમ કસ્બા પંચ દ્વારા સાતમા સમૂહ નિકાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 57 જેટલા નવદંપતીઓ લગ્નગ્રંથિથી જોડાઈને દામ્પત્યજીવનની શરૂઆત કરી હતી. સગા સંબંધીઓ, અગ્રણીઓએ નવદંપતીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
પંચમહાલમાં સમૂહ નિકાહ સમારોહમાં 57 મુસ્લિમ નવદંપતિઓ જોડાયા
નિકાહના આયોજકોએ સમૂહ નિકાહના પ્રસંગને સમાજની એકતાના પ્રતીક સમાન ગણાવ્યો હતો. તેમજ દાતાઓ તરફથી નવદંપતીઓને તિજોરી, પલંગ તેમજ ઘરવખરી સહિતનો સરસામાનની ભેટ આપવામાં આવી હતી.