પંચમહાલ: રાજ્યમાં હાલ કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા લોકડાઉન 2.0ની જાહેરાત કરવામાં આવી છે. ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા માટે સરકાર દ્વારા વારંવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્યમાં કેટલાય એવા પરિવારો છે કે જેઓને બે ટંક જમવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તે માટે રાજ્ય સરકાર અને સેવાભાવી લોકો દ્વારા આવા પરિવારો માટે જમવાનું, અનાજ, માસ્ક તેમજ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આવી સ્થિતિમાં મૂંગા પશુઓની સ્થિતિ કફોડી બની છે.
લોકડાઉનમાં ગૌશાળાની હાલત બની કફોડી - પંચમહાલ કોરોના અપડેટ
રાજ્યમાં હાલ કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા લોકડાઉન 2.0ની જાહેરાત કરવામાં આવી છે. ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા માટે સરકાર દ્વારા વારંવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્યમાં કેટલાય એવા પરિવારો છે કે જેઓને બે ટંક જમવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તે માટે રાજ્ય સરકાર અને સેવાભાવી લોકો દ્વારા આવા પરિવારો માટે જમવાનું, અનાજ, માસ્ક તેમજ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આવી સ્થિતિમાં મૂંગા પશુઓની સ્થિતિ કફોડી બની છે.
ખાસ કરીને ગૌશાળામાં આશ્રય લઇ રહેલા પશુઓની સ્થિતિ કફોડી બની છે. પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાની એક માત્ર ગૌશાળા ગોધરાના તાલુકાના પરવડી ગામમાં આવેલી છે. જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત આ ગૌશાળામાં હાલ 1500 ઉપરાંત પશુઓ આશ્રય લઇ રહ્યાં છે જેમની હાલ સ્થિતિ કફોડી બની રહી છે. આ તમામ પશુઓના નિભાવ માટે પ્રતિદિન 1 લાખ ઉપરાંતનો ખર્ચ આવે છે. ત્યારે હાલ લોકડાઉનની સ્થિતિમાં દાનની આવક પણ બંધ થઇ જવા પામી છે. તો બીજી તરફ રોજિંદા 40 હજાર કિલો ઉપરાંતના લીલું ઘાસ તેમજ 10 હજાર કિલો સુકા ઘાસની જરૂરિયાત હાલ છે ત્યારે હાલ દાનની આવક બંધ થતા પશુઓ માટે ઘાસચારની વ્યવસ્થા કરવામાં સંચાલકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ગૌશાળાના સંચાલકો હાલ સરકાર પાસે -માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા ગૌશાળામાં આશ્રય લઇ રહેલા પશુઓ માટે પણ યોગ્ય વિચારના કરીને સહાય પેકેજ જાહેર કરે જેથી કપરા ઉનાળાની સ્થિતિમાં આ પશુઓની સારસંભાળ લઇ શકાય.
જો કે, સથાનિક તંત્ર દ્વારા હાલ માત્ર સર્વેની કામગીરી આ ગૌશાળા ખાતે કરવામાં આવી છે. જેથી કરીને સમયસર ગૌશાળાને સહાય ચૂકવી શકાય.