ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતો માટે મદદરૂપ બની રહ્યું છે અહીંનું ખેડૂત તાલીમ કેન્દ્ર, જાણો શું છે વિશેષતા...

પંચમહાલઃ ભારત કૃષિ પ્રધાન દેશ છે. પંચમહાલ જિલ્લાનો ગ્રામીણ વર્ગ ખેતી સાથે સંકળાયેલો છે. જિલ્લામાં મુખ્યત્વે ડાંગર અને મકાઈનો પાક થાય છે. કેટલાક ખેડૂતો રવિ પાક અને બાગાયતિ પાક તરફ પણ વળ્યા છે. જિલ્લાના વડામથક ગોધરા ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર આવેલું છે. અહીં ખેડૂતો આધુનિક કૃષિ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી વધુમાં વધુ ઉત્પાદન મેળવે તે દિશા તરફના પ્રયત્ન આ તાલીમ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. અહીં કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે, તો આવો આપણે પંચમહાલના ખેડૂત તાલીમ કેન્દ્ર વિશે જાણીએ....

Farmer Training Center
Farmer Training Center

By

Published : Jan 21, 2020, 6:00 PM IST

Updated : Jan 22, 2020, 1:41 PM IST

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે દાહોદ માર્ગ આવેલો છે. આ તાલીમ કેન્દ્ર ખેડૂતો માટે આશીર્વાદ સમાન બન્યું છે. આ ખેડૂત તાલીમ કેન્દ્રની વિશેષતા એ છે કે, કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો માટે કૃષિ વિકાસ તાલીમ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રિસિઝનલ ફોલોઅપ કેમ્પ, સંસ્થાકીય તાલીમ વર્ગ, શેરીંગ ફોલોએપ કેમ્પ, યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ, કૃષિમેળો, રાજ્ય તેમજ રાજ્ય બહારનો પ્રેરણા પ્રવાસ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે.

ખેડૂતો માટે મદદરૂપ બની રહ્યું છે અહીંનું ખેડૂત તાલીમ કેન્દ્ર

પ્રિસિઝનલ કાર્યક્રમમાં 50 જેટલા ખેડૂતોને તેમના ગામમાં ખેડૂત તાલીમ કેન્દ્રના અધિકારીઓ તેમજ કૃષિ સંલગ્ન વિષય પર ટેક્નિકલ તેમજ યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવે છે. તેમજ 30 જેટલા ખેડૂતોની પસંદ કરી ત્રણ દિવસે તાલીમ વર્ગ વિવિધ ખાતાના અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેડૂતોની માગ અનુસાર તાલીમ આપી મૂલ્યાંકન કરીને તેઓનું વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

જેમાં ખેડૂતોને પશુપાલન ખેતી અને બાગાયત ક્ષેત્રે વૈજ્ઞાનિક સિદ્ધાંતો અપનાવવા અને ખેતીથી થતી વધુમાં વધુ આવક મેળવી તેઓની જીવનશૈલીમાં સુધારો થાય તે બાબતે ખાસ ધ્યાન દોરવામાં આવે છે. રાજ્યની અંદર પ્રગતિશીલ ખેડૂતોના ખેતર, કૃષિ યુનિવર્સિટી તેમજ સંશોધન કેન્દ્ર અને ખાનગી કંપનીઓના નિર્દેશનની મુલાકાત કરાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેછે.

કૃષિ મેળા જેવા કાર્યક્રમો યોજીને વિવિધ સરકારી અર્ધ સરકારી અને ખાનગી સ્ટોલોના પ્રદર્શન ગોઠવી ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવે છે. આમ આ ગોધરા ખાતે આવેલું ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડૂતો માટે આશાનું કિરણ બન્યું છે.

Last Updated : Jan 22, 2020, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details