ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં શહેરાની કાંકરી મોડેલ સ્કૂલમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ

પંચમહાલઃ જિલ્લાના શહેરા તાલુકાની કાંકરી મોડેલ સ્કૂલમાં છેલ્લા કેટલાંક સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. સ્કૂલના બોરમા પીવાલાયક પાણી ન આવતા અહીંના વિદ્યાર્થીઓને બાજુના આઇટીઆઇમાં પાણી પીવા જવુ પડે છે. શાળાના આચાર્ય દ્વારા પણ આ મામલે નગરપાલિકા અને ધારાસભ્યને લેખીત જાણ કરવામાં આવી છે.

By

Published : Jul 16, 2019, 12:53 PM IST

પંચમહાલની શહેરાની કાંકરી મોડેલ સ્કૂલમાં પીવાના પાણીની સમસ્યા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કાંકરી ખાતે મોડેલ સ્કૂલ આવેલી છે. જેમા 455 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે અહી ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલી છે, અહીં પીવાના પાણી માટે એક બોર કરવામાં આવ્યો છે. પણ વિદ્યાર્થીઓનુ કહેવુ છે, કે અહીં જે બોરનું પાણી પીવા લાયક આવતું નથી. હાલમાં પાણી પણ ઓછુ આવે છે. આસપાસના વિસ્તારમાંથી અભ્યાસ અર્થે આવતા બાળકો પોતાની સાથે બોટલો ભરી લાવે છે.

પંચમહાલની શહેરાની કાંકરી મોડેલ સ્કૂલમાં પીવાના પાણીની સમસ્યા

વિદ્યાર્થીઓ આઈટીઆઈમાં આવેલા બોર અને ગર્લ્સ હોસ્ટેલના પાછળના ભાગમાં આવેલા સંપમાંથી જીવના જોખમે પાણી ભરે છે. આ મામલે સ્કુલ આચાર્ય જશુભાઇ પરમારે નગરપાલિકા શહેરાના ચીફ ઓફીસર અને પ્રમુખને લેખિત અને મૌખિક રજૂઆત અને ધારાસભ્યને પણ લેખિત રજૂઆત કરવામા આવી છે. આ મામલે શું પગલા ભરવામા આવે છે, તે જોવુ રહ્યું.

ABOUT THE AUTHOR

...view details