પંચમહાલઃ ગોધરા એ.સી.બી દ્વારા બન્ને વચેટિયા અનિલ રૈયાણી અને રાકેશ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા છે. વી.એસ. તોડકર નાયબ વન સંરક્ષક ને ઝડપવા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેનું નામ લાંચ કેસમાં સામે આવ્યું છે. આ ઝડપાયેલા બન્ને વચેટિયા દ્વારા લાંચના નાણાં સ્વીકારી કોન્ટ્રાકટરને ખર્ચનું બિલ ચેક પણ આપ્યો હતો . સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવે છે. જેમાં હવે વૃક્ષોનું કામ કરવા મામલે પૈસાની માંગ નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પદ પર બેઠેલા અધિકારીઓ બીજા વ્યક્તિ ને મારફતે સેટિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ Panchmahal Crime News : સાધુના વેશમાં હેવાન, સંતાનની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું
વનીકરણ માટે પૈસાઃ નહેર કિનારે વનીકરણ અને સાફ સફાઈ માટે આપેલા કોન્ટ્રાક્ટરના ઇજારદાર પાસેથી 22 લાખ રૂપિયાનું બીલ મંજૂર કરી તેનો ચેક આપવા છ લાખની લાંચ ની માંગણી કરનાર અને તે પૈકી 5.15 લાખનો ચેક આપી રોકડા એક લાખ સ્વીકારી ભાગેલા દલાલ અને ટ્રાન્સપોર્ટર લાંચ રૂશ્વત વિરોધી શાખા ઝડપી પાડ્યા હતા. જ્યારે પોતાની સહી વાળો ચેક દલાલને આપનાર નાયબ વન સંરક્ષક તોડકર આ કેસમાં ફરાર થઇ ગયા હતા. આ કિસ્સામાં નાણાં લઇ ભાગેલા દલાલે ટ્રાન્સપોર્ટના બેન્ક ખાતામાં એક લાખ જમા પણ કરાવી દેતા લાંચ રૂશ્વત વિરોધી શાખા ફરાર વી એસ તોડકરને પકડવા તૈયારી કરી છે.
પૈસા લેનાર પકડાયાઃ આ કેસમાં નાણાં સ્વીકારનાર દલાલ અનિલ ગોબરભાઇ રૈયાણી અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રાકેશ ધનજીભાઈ ચૌહાણ સામે ગુનો દાખલ કરી લુણાવાડા એસીબી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ વર્ષ 2021-22માં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, નાયબ વન સંરક્ષક પર્યાવરણ એકમ બ્લોક-એ ત્રીજો માળ રૂમ નં. 312 નર્મદા નહેર ભવન છાણી જકાતનાકા તરફથી જુદી જુદી સાઇડમાં વનીકરણને લગતી જુદી જુદી કામગીરી ની જાહેરાત આપવામાં આવી હતી. એજન્સીનો એક્ઝીક્યુટીવ એન્જીનીયર પાનમ ઇરીગેશન ડીવીઝન ગોધરાથી રીન્યુઅલ કર્યો હતો. આ નામથી ટેન્ડર ભર્યું હતું. છાણી જકાતનાકા તરફ્થી બોડેલી નર્સરીથી કાલોલ નર્મદા મુખ્ય નહેર 160,000 કિ.મી. થી 118,000 સુધી રોપા રોપવાની હતા. કચેરીના પત્ર મુજબ ઉપરોક્ત વિસ્તારમાં જેસીબીથી બાવળ દૂર કરવા નડતર વૃક્ષો દૂર કરવા તેમજ સાફ સફાઇની કામગીરી કરવા વર્ક ઓર્ડર મળ્યા હતા.
આ પણ વાંચોઃ Panchmahal Crime: મિત્રની સેક્સ્યુઅલ રિલેશનની માગથી કંટાળી આધેડે કરી હત્યા
નકલ અપાઈ નહીંઃઆ ટેન્ડર સાથે બીજા કામો રોપાને વર્ષ દરમિયાન પાણી પીવડાવવાની કામગીરી, ક્યારે કરવાની કામગીરી નું ટેન્ડર મંજુર થયું હતું. પરંતુ વર્ક ઓડર ની નકલ આપવામાં આવી ન હતી. ફરિયાદીએ ટેન્ડર દરમિયાન ડિપોઝીટ પણ ભરેલી હતી. આ તમામ કામની પૂર્ણતા સામે જુદા જુદા બિલો મુક્તા જે બિલના નાણાં માટે વારંવાર ધક્કા ખવડાવવા માં આવતા હતા. અંદાજે બાવીસ લાખ ઉપરાંતના બિલના નાણાં માટે આરોપી નાયબ વન સ્ટેક્ષક વી એસ. તોડકરે આરોપી અનિલ ગોબરભાઇ રૈયાણી રૂપિયા 600,000 આપી દેવા જણાવ્યું હતું. આ લાંચની રકમ ફરિયાદ આપવા માંગતા ન હતા. જેથી એસીબીને જાણ કરી હતી અને લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ.
ફરિયાદીને આપી દીધાઃ આરોપી અનિલ ગોબરભાઇ રૈયાણી કાલોલ નર્મદા નહેર બાકરોલ રેલવે ફાટક પાસે નહેર પુલ થી કાલોલ ગામ પાસે એક લાખ સ્વીકારી આરોપી વી એસ તોડકર સહી વાળા ચેક ફરિયાદીને આપ્યા હતા. આ સ્વીકારેલા નાણા આરોપીએ લાંચ કેસ ના નાણા રાકેશ દાનજીભાઈ ચૌહાણે પોતાના પર્સનલ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. શ્રીમતી આર બી પ્રજાપતિ અને વી ડી ધોરડા નાણાં લઇ ભાગેલા દલાલ અનિલ રૈયાણી અને ટ્રાન્સપોર્ટર રાકેશ ચૌહાણની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.