- ફેસબુકમાં ફેક આઇ.ડી. બનાવી ગિફ્ટ મોકલવાના બહાને છેતરપીંડી કરતા
- મની લોન્ડરિંગમાંથી સર્ટિફિકે અને ગિફ્ટ પાર્સલ મુકવાના બહાને 27 લાખની ચોરી
- ગોધરા સાયબર ક્રાઈમ ટીમે આરોપીઓને દિલ્હીથી ઝડપ્યા
પંચમહાલ: ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ (Godhra Cyber Crime) મથકે ગોધરા શહેરના સોનિવાડ વિસ્તારમાં રહેતા નિવૃત શિક્ષક મુરલી સરપોતદાર દ્વારા ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓના ફેસબુક ID ઉપર અજાણી સોફિયા કેમરોનના નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, જેને તેઓએ સ્વીકાર્યા બાદ ફેસબુક મેસેન્જરમાં ચેટિંગ કરી મારે તમને ગિફ્ટ મોકલવી છે તેમ જણાવી વોટ્સએપ નંબર માંગી તેમાં એક ખાનગી કંપનીની પાર્સલની કુરિયર રિસીપ્ટ મોકલી પાર્સલ છોડવવા માટે કસ્ટમ ક્લિયરન્સ (Custom clearance), મની લોન્ડરિંગમાંથી સર્ટિફિકેટ (Certificate from money laundering) તેમજ તમારું જે ગિફ્ટ પાર્સલ છે તેને મુકવા માટે બ્રિટિશ સિક્યુરિટીના માણસો મુકવા આવશે. વગેરેના બહાને ભેજબાજોએ પોતાના વિવિધ ખાતાઓમાં રૂ.27,76,501 ઓનલાઈન ટ્રાન્સફર કરાવડાવી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરતા ગુન્હો આચર્યો હતો. જેથી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો:ગાડીઓના કાચ તોડી ચોરી કરનાર નાયડુ ગેંગના પાંચ ઇસમો 94,500 ના મુદ્દામાલ સાથે ઝડપાયા
ગાજીયાબાદ ઉત્તરપ્રદેશ ખાતે તપાસ હાથ ધરતા આરોપીઓ ઝડપાયા
ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમાર તેમજ ટીમ દ્વારા ગુન્હાની તપાસ હાથ ધરતા ગુન્હામાં વપરાયેલા આરોપીઓના મોબાઈલ નંબરો અને બેન્ક ખાતાની માહિતી મેળવી ગુન્હાના આરોપીઓ દિલ્હી ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ગાજીયાબાદ ઉત્તરપ્રદેશ ખાતે તપાસ હાથ ધરતા આ ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ મળી આવ્યા હતા.