ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલ કોરોના અપડેટ: જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 1000ને પાર - Panchmahal news

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે મંગળવારે કોરોનાના 44 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 9 દર્દીને રજા આપવામાં આવી છે. હાલ જિલ્લામાં કુલ સક્રિય કેસની સંખ્યા 390 છે.

Panchmahal corona update
Panchmahal corona update

By

Published : Aug 18, 2020, 10:27 PM IST

પંચમહાલ: જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 44 કેસ નોંધાયા છે. જ્યારે 9 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ જિલ્લામાં સક્રિય કુલ 390 કેસ છે.

પંચમહાલ કોરોના અપડેટ

કુલ પોઝિટિવ કેસ - 1032

કુલ સક્રિય કેસ - 390

કુલ ડિસ્ચાર્જ - 582

પંચમહાલ જિલ્લામાં કોરોનના કુલ 1032 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ 582 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

નવા નોંધાયેલા કેસ પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 32 કેસ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 12 કેસ નોંધાયા છે. ગોધરા શહેરમાંથી 23, હાલોલમાંથી 08 અને શહેરામાંથી 1 કેસ નોંધાયા છે.

શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 810 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલોલ ગ્રામ્યમાંથી 6 કેસ, ગોધરા ગ્રામ્યમાંથી 1, કાલોલ ગ્રામ્યમાંથી 3 અને મોરવા હડફમાંથી 2 કેસ મળી આવ્યા છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કુલ 222 કેસ છે.

ABOUT THE AUTHOR

...view details