ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મંત્રી ભાજપમાંથી LJP પાર્ટીમાં જોડાયા - Panchmahal BJP Minister of Scheduled Caste Front joins LJP party from BJP

પંચમહાલઃ જિલ્લાના ગોધરા સર્કિટ હાઉસ ખાતે લોકજનશક્તિ પાર્ટી(LJP)ના ગુજરાત પ્રદેશના અધ્યક્ષની આગેવાની હેઠળ પાર્ટી સંગઠનની મિટિંગ યોજાઈ હતી. જેમાં જિલ્લાના ભાજપ (અનુસુચિત જાતિ મોર્ચા)ના પ્રધાન સુરેશ પરમાર સહિત અનેક કાર્યકરો લોકજનશક્તિ પાર્ટીમાં જોડાયા હતા. જેમનું પાર્ટીના પ્રમુખે ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું.

પંચમહાલ
પંચમહાલ

By

Published : Dec 26, 2019, 8:45 AM IST

ગોધરા સર્કિટ હાઉસમાં લોકજનશક્તિ પાર્ટીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પંકજકુમાર રામાનુજની અધ્યક્ષતામાં મીટિંગ યોજી હતી. જેમાં પાર્ટીનું સંગઠન મજબૂત બને તે અંગે જરૂરી ચર્ચા સાથે પાર્ટીના કાર્યકરોને યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું. ત્યારબાદ જિલ્લા ભાજપ (અનુસુચિત જાતિ મોર્ચા)ના પ્રધાન સુરેશભાઈ પરમાર ભાજપ છોડીને લોકજનશક્તિ પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ પંકજ કુમાર રામાનુજે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યુ હતું. સાથે જ તેમની લોકજનશક્તિ પાર્ટીમાં જિલ્લા મહામંત્રીની નિમણૂક કરી હતી.

ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મંત્રી ભાજપમાંથી LJP પાર્ટીમાં જોડાયા

ABOUT THE AUTHOR

...view details