ઘોઘમાં તાલુકાના દામાવવા ગામે રહેતા અને દામાવવા પોલીસ સ્ટેશનમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા રાઠવા નારસિંગભાઈ જનાભાઈ પોતાની વ્હાલસોઈ દીકરી કે જેના લગ્ન આવનાર 12મેંના રોજ થવાના છે. તેની લગ્નની કંકોત્રી લઈ પોતાના સગાંવહાલાંને આપવા નીકળ્યા હતા.
દિકરીની કંકોત્રી આપવા જતા પિતાનુ મોત, લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો - Doughter
પંચમહાલઃ ગોધરા બરોડા હાઇવે પર પુત્રીના લગ્નની કંકોત્રી વેહચવા નીકળેલ પિતા અને નાની દીકરીને ગોધરા નજીક આવેલ નાદરખા ગામે અકસ્માત નડ્યો. જેમાં પિતા ઘટના પર મોત થયું હતું અને દીકરીને હાથના ભાગે ઇજા થતાં તેને ગોધરા સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી.

પોતાની દીકરીના લગ્નની કંકોત્રી લઈ તે અને તેમની નાની દીકરીએ બન્ને ગોધરા નજીક આવેલ તેમના સંબંધીને ત્યાં કંકોત્રી આપીને પરત ફરી રહ્યા હતા, ત્યારે નાદરખા ગામ પાસે તેમને એક ખાનગી કારએ ટક્કર મારતા તે હવામાં ફંગોળયા હતા. જેમાં નારસિંગભાઈને માથાના ભાગે વધુ ઇજાઓ પહોચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને તેમની નાની દીકરીને હાથના ભાગે ઇજા થતાં ગોધરા સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં વેજલપુર પોલિસ ઘટના પર પહોચી વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે લગ્નની શરણાઈનો માહોલ માતમ છવાયો હતો.