ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચામૃત ડેરીએ કોરોનાં વાયરસને લઈને લીધા સાવચેતીના પગલાં - પંચમહાલ ડેરી

સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોના વાયરસથી બચવા માટે હવે પંચમહાલ ડેરી એક્શન મૂડમાં આવી 8 જેટલી મહત્વની મિટિંગ રદ કરી બહારના મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પંચામૃત ડેરીએ કોરોનાં વાયરસને લઈને લીધા સાવચેતીના પગલાં
પંચામૃત ડેરીએ કોરોનાં વાયરસને લઈને લીધા સાવચેતીના પગલાં

By

Published : Mar 17, 2020, 11:56 PM IST

પંચમહાલઃ રાજ્યમાં કોરોના વાયરસના કારણે સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ કોરોના વાયરસથી બચવા માટે સરકાર દ્વારા અગમચેતીનો દોર શરૂ કરવામાં આવ્યો છે, શાળા કોલેજો મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરો મોલ સહીત મહત્વના ધાર્મિક તેમજ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે, ત્યારે કોરોના વાયરસ પગ પેસારો કરે તે પહેલા પંચમહાલ ડેરી દ્વારા અગમચેતીના ભાગરૂપે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

પંચામૃત ડેરીએ કોરોનાં વાયરસને લઈને લીધા સાવચેતીના પગલાં

ડેરીના પ્રવેશ દ્વારથી લઇ વર્કિંગ પ્લાન્ટ સુધી સ્વછતા જાળવી રાખવા સૂચના આપવામાં આવી છે, સાથે ડેરી સંકુલમાં પ્રવેશ પહેલા તમામ કામદારોએ સૅનેટાઇઝરનો ઉપયોગ કરી પ્રવેશ લેવા જણાવવામાં આવ્યું છે. આ સાથે ડેરી મનેજમેન્ટ આયોજિત સભાસદ મીટિંગ તેમજ પશુ પાલકો સાથેના તમામ મેળાવડા મિટિંગો રદ્દ કરવામાં આવી છે. શેક્ષણિક પ્રવાસ પણ ડેરીમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ડેરીના વિવિધ યુનિટમાં કામ કરી રહેલ તમામ કામદારોને માસ્ક અને કેપ ફરજીયાત પહેરવાની પણ સૂચના આપવામાં આવી છે. પંચામૃત ડેરીના વિવિધ પ્લાન્ટમાં એક હજારથી પણ વધુ કામદારો કામ કરી રહ્યા છે, ત્યારે સુચનાઓનું પાલન ગંભીરતાથી ન કરનાર કામદારને ડેરી સંકુલ બહાર કાઢી મુકવા સુધીના પગલાં ભરવામાં આવશે તેમ ડેરીના મેનેજીંગ ડાયરેક્સ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details