પંચમહાલમાં જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમ આવેલો છે. આ મહીસાગર જિલ્લાના લુણાવાડા,અને પંચમહાલ જિલ્લાના ગોધરા ,શહેરા, તેમજ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરુ પાડે છે. તેમજ શહેરા નગરમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.જ્યારે ઉનાળો આવતાની સાથે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સર્જાય છે. અને પાણીના પોકારો થવા પામે છે. ત્યારે હાલમાં પંચમહાલમાં જીવાદોરી સમાન પાનમ ડેમ આવેલી છે.ત્યારે પાનમ ડેમમાં પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. જેના કારણે આગામી દિવસોમાં લોકોને પીવા માટે અને ખેડૂતોને સિંચાઇ માટે પાણીની સમસ્યાઓ સર્જાય નહી.પોનમ ડેમમાંથી 50 ગામડાઓને પાણી પૂરુ પાડવામાં આવે છે.
પંચમહાલના પાનમ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ - kandrap pandya
પંચમહાલઃ જિલ્લામાં ઉનાળો શરૂ થતાંની સાથે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા ઓ ઉભી થવા પામી છે. જ્યારે ચોમાસામાં પંચમહાલ જિલ્લામાં ઓછો વરસાદ થયો હોવા છતાં પાનમ ડેમમાં હાલ 53 ટકા જેટલો પાણીનો જથ્થો યથાવત છે. તેથી શહેરા અને ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે.
સ્પોટ ફોટો
પંચમહાલ જિલ્લામાં પાનમડેમ માથી હાલ 700 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે અન્ય પાનમ હાઇ લેવલ કેનાલ યોજનામાં પણ 150 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ત્યારે આગામી સમયમાં આગામી દિવસોમાં પાનમ આધારિત ખેતી કરતા ખેડૂતો અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. અને શહેરમાં પણ લોકોને પીવામાં માટે યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહે છે.