ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યોજવામાં આવતા ખેલ મહાકુંભ રમતોત્સવને કારણે રાજ્યમાંના વિવિધ ગ્રામિણ તાલુકા અને જિલ્લાના વિસ્તારમાંથી વિવિધ ખેલાડીઓ પોતાની પ્રતિભા થકી બહાર આવી રહ્યા છે. ખેલ મહાકુંભમાં હવે દિવ્યાંગ ખેલાડીઓ પણ ભાગ લઇને પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે. તાજેતરમાં ખેલમહાકુંભ 2019 અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે ગાંધીનગરના રાયસણ ખાતે નેશનલ લો યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના સ્પેશિયલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચમહાલની દિવ્યાંગ ક્રિકેટ ટીમે સ્પેશિયલ ખેલમહાકુંભમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક - પંચમહાલની દિવ્યાંગ ક્રિકેટ ટીમ
પંચમહાલઃ જિલ્લાની દિવ્યાંગ ખેલાડીઓની ક્રિકેટ ટીમે ગાંધીનગરના રાયસણ ખાતે યોજાયેલી સ્પેશિયલ મહાકુંભ રમતોત્સવમાં ભાગ લીધો હતો અને શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

પંચમહાલની દિવ્યાંગ ક્રિકેટ ટીમે સ્પેશિયલ ખેલમહાકુંભમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક
જેમાં પંચમહાલ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓએ શ્રેષ્ઠ દેખાવ કરીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ સિદ્ધિ મેળવવા બદલ પંચમહાલના દિવ્યાંગ ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.