પંચમહાલ: 30 માર્ચ 1979ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ દ્વારા અહીંના બાગાયત સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ વિધિ કરવામાં આવ્યો હતો. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ખેડૂતો તેમના વિસ્તારની જમીન અને આબોહવાને ધ્યાનમાં રાખીને તેમને ફાયદો થાય તેવા પાકોનું ઉત્પાદન કરવાના હેતુથી ખેડૂતોને માર્ગદર્શન આપવા અને પાકની નવી જાત વિકસાવવાના હેતુથી આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી.
પંચમહાલના બાગાયત સંશોધન કેન્દ્રમાં બિલ્વપત્રની નવી જાત વિકસાવવામાં આવી - Horticultural Research Center
પંચમહાલ જિલ્લો કૃષિપ્રધાન જિલ્લો છે. અહીં અનેક કૃષિ સંશોધન સંસ્થાઓ આવેલી છે. પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલી કેન્દ્રીય બાગાયત સંશોધન સંસ્થામાં બિલ્વપત્રની નવી વિશિષ્ટ જાત વિકસાવામાં આવી છે.
જેમાં ભગવાન શંકરનો નિવાસ હોવાનું માનવામાં આવે છે અને જેના પાન શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. તેવા બિલ્વવૃક્ષની નવી જાતિઓ વિકસાવામાં કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર સંસ્થાના કૃષિ વૈજ્ઞાનિકોએ સફળતા મેળવી છે. વર્ષ 2001થી શરુ કરવામાં આવેલા આ કાર્ય પાછળ અથાક મહેનતના પરિણામ સ્વરૂપે બીલ્વવૃક્ષના 199 જેટલા જનીન દ્રવ્યોનું સંર્વધન કરવામાં આવ્યું છે. જેમાં દેશના વિવિધ કૃષિ વિદ્યાલયથી ઉત્તમ જનીન દ્રવ્યો લાવીને કેન્દ્રના ફાર્મ ખાતે વાવીને તેનું મૂલ્યાંકન કરી વિવિધ જાત વિકસાવવામાં આવી છે. જેમાં ગોમાયાશી, થાર દિવ્ય અને થાર નિલકંઠની જાત મહત્વની ગણવામાં આવે છે.
આ બિલ્વવૃક્ષ પાછળ થતા નજીવા રોકાણ અને તેના ગુણોને ધ્યાનમાં રાખીને તેની માગ જોતા માત્ર પંચમહાલ જ નહીં પણ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે બીલ્વપત્રની ખેતી આશિર્વાદ સમાન બની રહેશે તેમાં કોઈ અતિશયોક્તિ નથી.