ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં વર્ષ 2019માં જિલ્લામાં 169 બાળકોના મોત - Infant mortality

પંચમહાલ: ગત કેટલાક દિવસોથી દેશભરની વિવિધ હોસ્પિટલ્સમાં નવજાત શિશુઓના મોતનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક સરકારી હોસ્પિટલમાં નવજાત શિશુઓના મોતના આંકડા બહાર આવતા વિવાદ સર્જાયો છે. એક તરફ રાજ્ય સરકાર આરોગ્યના ક્ષેત્રમાં ઉત્તમ સુવિધાની વાત કરે છે, તો બીજી તરફ નવજાત શિશુઓના મોતના આંકડાઓ રાજ્યની આરોગ્ય સેવા જ 'બિમાર' હોવાનું જણાવી રહી છે.

Panchmahal
પંચમહાલમાં બાળકોના મોત

By

Published : Jan 6, 2020, 8:12 PM IST

રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ ત્રણ જિલ્લાની એક માત્ર એવી 150 બેડની સરકારી હોસ્પિટલ આવેલી છે. જેમાં બાળરોગ વિભાગમાં નવજાત શિશુનો મૃત્યુ દર પણ ચિંતાજનક કહી શકાય એવો જાણવા મળ્યો છે. એપ્રિલ 2019થી ડિસેમ્બર 2019 દરમિયાન અહીં 169 નવજાત બાળકોના મૃત્યુ થયા હતા. સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારીના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં જે નવજાત શિશુઓના મોત થયા છે. જેમાં મોટાભાગના બહાર ખાનગી દવાખાનાઓમાં ડિલિવરી કરાવ્યા બાદ જન્મેલા બાળકના હોય છે. સિવિલ હોસ્પિટલમાં જન્મેલા બાળકોના મોતની ટકાવારી ઘણી ઓછી હોય છે.

પંચમહાલ: વર્ષ 2019માં જિલ્લામાં 169 બાળકોના મોત

સિવિલ હોસ્પિટલના અધિકારીના જણાવ્યા મુજબ મોટાભાગના મૃત્યુ પામનારા બાળકો સમય પહેલાં જન્મેલા હોય છે અથવા ઈન્ફેક્શનના કારણે મૃત્યુ પામતા હોય છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રત્યેક મહિનામાં 100થી વધુ પ્રસૂતિના કેસ આવે છે.

ABOUT THE AUTHOR

...view details