ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત મીડિયા સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. યુનિવર્સિટી સંલગ્ન કોલેજ તેમજ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મીડિયાની માહિતી મળે તે હેતુથી આવા સેમિનાર યોજાયો હતો. અહીં ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક આપીને સ્વાગત કરાયું હતુ.
શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ખાતે મીડિયા વર્કશોપનુ આયોજન કરાયું - શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ખાતે મીડિયા વર્કશોપ
ગોધરા: શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ખાતે" Rol of Media in Improvement of the Society" વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા આકાશવાણી ગોધરાના ડાયરેકટર ગીતાબેન ગીડા અને વીસી પ્રતાપસિંહ ચૌહાણ, સહિત અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ખાસ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા ગોધરા આકાશવાણી કેન્દ્રના ડાયરેકટર ગીતાબેન ગીડાએ જણાવ્યું હતું કે," ચોથી જાગીર તરીકે મીડીયા જાણીતુ છે. તેમની સમાજ જીવનમાં ખુબ જ જરુર છે. આ ભૂમિકાને યુવાનો સમજે અને સક્રિય રહીને પોતાનુ યોગદાન સમાજમાં કઇ રીતે આપી શકે તે બાબતે સમજાવ્યું હતું. તેમને રેડીયોના માધ્યમની માહિતી આપતા કહ્યું કે, રેડીયો એ અવાજ અને સ્વર દ્રારા લોકો સૂધી પહોંચે છે. તેનાથી શ્રોતાની કલ્પના શક્તિ ખીલી ઉઠે છે.
વીસી પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે, "આ સેમીનારના માધ્યમથી વિદ્યાર્થી મીડિયાનો સમાજ જીવન માટે રોલ તેમજ પત્રકારત્વનો ધર્મ કેવો હોવો જોઇએ. તેમજ લક્ષ્ય પ્રાપ્તી કરવા માટે દઢ્ સંકલ્પ કઈ રીતે ઉભો કરી શકાય. સમાજ જીવનમાં સામૂહિક માધ્યમોનો રોલ કેટલો મહત્વનો છે. તેમજ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કાર્યક્રમો સેમીનારો તેમજ PHD પરીક્ષા સહિતનુ કવરેજ કરીને માધ્યમોમાં પ્રકાશિત કરવા બદલ પંચમહાલના મીડિયા કર્મીઓનો આભાર વ્યકત કર્યો હતો. આ સેમિનારમાં અધ્યાપક અરુણસિંહ સોલંકી,મીડિયા કન્વીનર અજયભાઈ સોની સહિત વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.