પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકાના સીમળિયા ખાતે શ્રી એસ.પી પટેલ કૉલેજ તેમજ પ્રકાશ હાઈસ્કૂલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દામાવવા પ્રાથમિક શાળા ખાતેથી NSSની વાર્ષિક શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો .ત્યારે આ શિબિરમાં કુલ 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ શિબિર 5 દિવસ સુધી ચાલશે. આ પ્રસંગે પંચમહાલ ઍજ્યુકેશનના પ્રમુખ નટવરસિંહ ચૌહાણ, દામાવવા પોલીસ મથકના PSI ગઢવી, સરપંચ કિરણ રાઠવા સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. NSS એટલે રાષ્ટ્રીય સેવા યોજનામાં વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી જ દેશની સુરક્ષા, દેશ સેવા, સમાજ સેવા વગેરે જેવા સમાજ ઉપયોગી સેવાના કર્યો કરવા માટેની તાલીમ આપવામાં આવે છે.
પંચમહાલ ખાતે NSS કેમ્પ શિબિરનું આયોજન - Panchmahal
પંચમહાલ: જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકાના દામાવાવ પ્રાથમિક શાળા ખાતે સીમળિયા કૉલેજ અને હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે N.S.Sની વાર્ષિક શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સ્પોટ ફોટો
ત્યારે 5 દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં લગભગ 200 જેટલા NSSના વિદ્યાર્થીઓ દ્વારા ગામ લોકોને સફાઈ અંગે જાગૃતી કેળવવા માટે નાટકો કરી દ્વારા સમજણ આપવામાં આવશે. તો સાથે જ આ 5 દિવસીય શિબિરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવનાર છે. જેમાં પશુ સારવાર કૅમ્પ, સ્વછતા અભિયાન અંતર્ગત જન જાગૃતિ, મતદાન જાગૃતિ રેલી તેમજ સર્વરોગ નિદાન કૅમ્પ, બ્લડ ડૉનેશન કૅમ્પ જેવા વિવધ સમાજ ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.